નર્મદા ડેમની સપાટી 126.83 મીટરે પહોંચી…જુન મહિનામાં નોંધાયો રેકોર્ડ

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

આગામી સમયમાં ડેમ ખાતેના જળવિદ્યુત મથકો શરૂ થવાની શક્યતાઓ

નર્મદા ડેમની જળ સપાટી 126.83 મીટરે પહોંચી છે. તો જૂન મહિનામાં પ્રથમ વાર ડેમમાં પાણીની આટલી બધી આવક થઈ છે. જયારથી ડેમ નિર્માણ થયો ત્યારથી આજસુધીમાં આ બાબત રેકોર્ડ સમાન છે. જો કે હાલમાં પાણીની આવક 30 હજાર ક્યુસેકથી 50 હજાર ક્યુસેક સુધી પહોંચી છે. ડેમમાં પાણીની આવકમાં વધારો થતા મેન કેનાલમાં 8500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
નર્મદા ડેમમા ઉપરવાસ માંથી પાણીની આવક થતાં આગામી બે- ત્રણ દિવસમાં નર્મદા બંધના તમામ પાવર હાઉસના જળવિદ્યુત મથકો શરૂ કરવામાં આવશે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે. તો નર્મદા ડેમમાં નવા નીર આવતા ગુજરાત માટે ખુબજ સારા સમાચાર છે, વીજળીનુ ઉત્પાદન હાથ ધરાશે તેમજ પાણીની સારી આવક ચોમાસાની સીઝન શરૂ થતાં પહેલાં જ વિપુલ પ્રમાણમાં થતાં સિંચાઇ અને પીવાના પાણી પણ રાજયને ઉપલબ્ધ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here