નર્મદા જીલ્લાની દરેક ગ્રામ પંચાયતોને સ્વતંત્ર ગ્રામ પંચાયત જાહેર કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

આમુ સંગઠન ની વારંવાર ની માંગ જો સરકાર નિર્ણય નહીં લે તો આંદોલન ની ચીમકી

ભારતના બંધારણ અને ગુજરાત પંચાયત ધારો ૧૯૯૩ મુજબ નર્મદા જિલ્લાના દરેક ગામોને ગ્રામ પંચાયતનો દરજ્જો આપવા બાબતે આમુ સંગઠન દ્વારા સમગ્ર જીલ્લા મા ધણા લાંબા સમયથી આમુ સંગઠન દ્વારા માગણીઓ કરાઇ રહી છે. પરંતુ રાજય સરકાર આ મામલાને હજુ સુધી એનકેન પ્રકારે ટલ્લે ચઢાવી રહી છે તયારે ફરી એકવાર સવતંત્ર ગ્રામ પંચાયત નો મુદ્દો કોરોના ની મહામારી વચ્ચે અભરાઈએ ચઢેલો તેને જીવંત કરાયો છે.

આમુ સંગઠન ના પ્રમુખ મહેશ વસાવાની આગેવાનીમા આજરોજ રાજપીપળા ખાતે નર્મદા જીલ્લા કલેક્ટર ને મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખાયેલ આવેદન આપવામાં આવ્યુ હતુ . આમુ સંગઠન દ્વારા નર્મદા જીલ્લા કલેક્ટર ને આપેલ આવેદનપત્ર મા જણાવ્યાનુસાર ભારતના બંધારણ અને પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની જોગવાયો મુજબ ગ્રામ પંચાયતથી વંચિત ગામડાઓને સ્વતંત્ર ગ્રામ પંચાયતનો દરજજો અપાવવા અમો વર્ષોથી માંગણી કરી રહયા છે. જેના અનુસંધાને અનેકવાર ગુજરાત રાજય સરકારના પદાધીકારીઓ તથા અધિકારીઓને સંબોધીને ભારતના બંધારણ મુજબની જોગવાયો મુજબ માંગણીઓ લેખીતમાં કરી છે છતાં ખોટા ખોટા બહાનાઓ જણાવી અમારી સાચી માંગણીને અનેકવાર ઠુકરાવામાં આવી છે જેના પુરાવા પણ આમુ સંગઠને રજુ કર્યા હતા .

સવતંત્ર ગ્રામ પંચાયત ના મામલે ચાર ચાર વખત આવેદનો આપવામાં આવ્યા છે . છતાં આજદિન સુધી માંગણી સ્વીકારવામાં આવતી નથી અને ગુજરાત સરકાર એક તરફ નર્મદા અને દાહોદ જીલ્લાને અતિ પછાત જીલ્લાઓ જાહેર કર્યા છે. ત્યારે ગેરકાયદેસર પધ્ધતિથી બનાવેલી ગૃપ ગ્રામ પંચાયતોના કારણે વિકાસ રૂંધાયો છે , દરેક ગામ નો એક સરખો વિકાસ થયો નથી .

નર્મદા અને દાહોદ જીલ્લો પછાત બની ગયો છે આવા સંજોગોમાં દરેક ગામને પોતાનું અલગ વહીવટી તંત્ર (સ્વતંત્ર ગ્રામ પંચાયત) ફાળવી દેવામાં આવે તો ઝડપી વિકાસ થઇ શકે અને વિકસિત જીલ્લો બને તેવી અમારી અપેક્ષા છે. આવનારા સમયમાં તારીખ ૨૭/૦૬/૨૦૨૧ સુધીમાં અમારી બંધારણીય માંગણી સ્વીકારવામાં નહિ આવે તો ન છુટકે ગુજરાત રાજય સરકારની ભુલના કારણે અમારે આંદોલન કરવાની ચીમકી પણ આમુ સંગઠન દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર મા ઉચ્ચારવામાં આવી છે.

આમુ સંગઠન ના પ્રમુખ મહેશ વસાવા ના જણાવ્યાનુસાર રાજય મા 14017 ગામો ને પંચાયતો છે જયારે 4567 ગામો નો ગ્રુપ ગ્રામ પંચાયત મા સમાવેશ કરવામાં આવ્યો છે જે તમામ ગામો કે જેમને સવતંત્ર ગ્રામ પંચાયતો નથી યે તમામ ને સવતંત્ર ગ્રામ પંચાયત નો દરજ્જો આપવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here