નર્મદા જીલ્લાના સેલંબા ખાતેની હાઇસ્કુલમાં ચોરી કરનાર ટોળકીના એક આરોપીને પોલીસે ઝડપી પાડયો

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

ઝડપાયેલા આરોપી પાસે થી રુપિયા 37500 ના ચોરી ના મુદ્દામાલ પૈકી 4700 નો મુદ્દામાલ જપ્ત

ચોરી મા સંડોવાયેલા અનય આરોપી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન

નર્મદા જીલ્લા ના સેલંબા ખાતે ની હાઇસ્કુલમાં થોડાક દિવસ પહેલા જ શાળા ના તાળા તોડી શાળા માથી પીતળ નો અશોક સ્તંભ , વિદ્યાર્થીઓ ના ડ્રેસ , ગણેશજી ની મુર્તિ સહિત રોકડ મળી કુલ રુપિયા 37500 ની ચોરી થયાં ની ફરિયાદ સાગબારા પોલીસ મથકમાં નોધાવી હતી.

આ મામલે સાગબારા પોલીસે પોતાના બાતમીદારો ને કામે લગાડી શકમંદો ની પૂછપરછ આદરતા આરોપી સલીમ ઉર્ફે અસફાક મછીદ મનસુરી ને અટક કરી તેની પુછપરછ કરતા આ ચોરી તેણે તેના અન્ય સાથીઓ સાથે મળી ને કરી હોવાનું કબુલ્યું હતુ , ચોરી કરનારા અનય ઇસમો મા અજય ભાઇદાસ ગોસાઇ , ત્થા તેના અનય એક મિત્રે સાથે મળી ચોરી કરી હતી. પોલીસે ઝડપેલા આરોપી પાસે થી રુપિયા 4700 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને અને ચોરી ના ગુનામાં સંડોવાયેલા અનય આરોપીઓ ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here