નર્મદા જીલ્લા પોલીસની નિર્ભયા સ્કવોડને અજાણી યુવતી મળતાં રાજપીપળા સખી વન સ્ટોપ સેન્ટરને સુપ્રત કરી

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

દેડિયાપાડા ખાતે થી ગભરાયેલી યુવતી મળી આવતાં નિર્ભયા સ્કવોડ ની પ્રશંસનીય કામગીરી

છોટાઉદેપુર જીલ્લા ના નસવાડી તાલુકા ની સગીર વયની યુવતી પોતાના પરિવારજનો ના ત્રાસ થી ધર છોડી બહાર નીકળી હોવાનું ચર્ચાસ્પદ

પરિવાર જનોની ભાળ મળતાં સખી વન સ્ટોપ સેન્ટરે પરિવારજનો ને હવાલે કરી

નર્મદા જીલ્લા નિર્ભયા સ્કવોડ ટીમ ને દેડિયાપાડા ખાતે થી પોતાના રાઉન્ડ દરમ્યાન એક યુવતી મળી આવતાં તેને રાજપીપળા ખાતે સખી વન સ્ટોપ સેન્ટરે ને હવાલે કરાઈ હોવાનું જાણવા મળ્યું છે

નર્મદા જિલ્લા પોલીસ નિર્ભયા સ્કવોડ ડેડીયાપાડા ટીમને એક અજાણી છોકરી મળી આવેલ છે તેઓની ઉંમર લગભગ 17 થી 18 વર્ષ ની હશે આ છોકરી ડેડીયાપાડા માં ફરતી હતી ત્યારે પેટ્રોલિંગમાં નિર્ભયા સ્કવોડ ની બહેનો જતી હતી તે વખતે આ છોકરી ઉપર નજર પડતાં આ છોકરી ખૂબ જ ગભરાયેલી હતી પૂછપરછ કરતા આ છોકરી કઈ બોલી નથી અને કોઈપણ પ્રકારની જાણકારી આપતી નથી જેથી આ છોકરી ને નિર્ભયા સ્કવોડ ની ફરજ બજાવતી બહેનો રાજપીપળા ખાતે લાવી સખી વન સ્ટોપ સેન્ટર મા સોપેલ હતી.

આ છોકરીને બાબતે કોઈને જાણકારી મળે તો તાત્કાલિક પીએસઆઇ કે. કે .પાઠક ફોન નંબર 9727434058 ઉપર તથા સખી વન સ્ટોપ સેન્ટર રાજપીપળા ફોન નંબર 02640-222334 ઉપર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી હતી.

આ દરમ્યાન આ યુવતી ના પરિવાર જનો છોટાઉદેપુર જીલ્લા ના નસવાડી તાલુકા ના હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ યુવતી ને રાજપીપળા થી પોતાના ધરે પરત લઇ ગયાં હતાં. આ મામલે ચોંકાવનારી હકીકત બહાર આવી છે યુવતી ઉપર તેના પરિવારજનો ત્રાસ ગુજારતાં પિતા એ બીજા લગ્ન કર્યા હોય તેમજ ભાઈ ભાભી સારો વ્યવહાર કરતા ન હોય યુવતી એ કંટાળી ને પોતાના ધર નો ત્યાગ કરી બહાર નીકળી ગઇ હતી અને છેક દેડિયાપાડા પહોંચી હતી. જોકે નર્મદા જીલ્લા નિર્ભયા સ્કવોડ ટીમ ને દેડિયાપાડા ખાતે યુવતી મળી આવતાં પુનઃ તેનાં પરજનો રાજપીપળા સખી વન સ્ટોપ સેન્ટરે આવી લઇ ગયાં હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here