નર્મદા જીલ્લાના દેડીયાપાડા તાલુકાના ખુરદી ગામે કૌટુંબિક ભાઇએ સગીર વયની બહેન ઉપર બળાત્કાર કરતા ચકચાર…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

કોઇને કહીસ તો જાનથી મારી નાખવાની પરિવારજનોને ગામમા નહી રહેવા દેવાની ધમકી આપતાં પોલીસ મથકમાં ફરિયાદ

પોલીસે બળાત્કારનો ગુનો નોધી તપાસ હાથ ધરી,બળાત્કાર ગુજારનાર આરોપી ફરાર

નર્મદા જીલ્લાના ડેડીયાપાડા તાલુકાના ખુરદી ગામે પોતાની સગીર વયની કૌટુંબિક બહેન સાથે બળજબરીથી શારીરિક સબંધ બાંધી બળાત્કાર ગુજારવાનો એક કિસ્સો પ્રકાશમા આવ્યો છે.

પોલીસ સુત્રોમાથી મળતી માહિતી મુજબ ડેડીયાપાડા તાલુકાના ખુરદી ગામ ખાતે રહેતી અને શાળામાં અભ્યાસ કરતી 16 વર્ષની સગીર વયની યુવતી ગતરોજ સાંજના ચારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરના આંગણામાં હતી ત્યારે તેના ઘરના પાસે જ રહેતા સગીર વયની યુવતીના કૌટુંબિક ભાઈ બળાત્કાર ગુજારનાર આરોપી જીગ્નેશ ખુમાનસીગ વલવીએ યુવતીને પટાવી ફોસલાવીને બોલાવી હતી, અને યુવતીને પોતાના ઘરની અંદર લઇ ગયો હતો, પોતાના કૌટુંબિક ભાઈ જીગ્નેશના બદઇરાદાથી અજાણ સગીર વયની યુવતી તેણે બોલાવતા ઘરમા ગઇ હતી, ઘરમા એન્ટર થતા જ બળાત્કારનો મનસૂબો ધરાવતા નરાધમ ભાઈએ ઘરનો દરવાજો બંધ કરી દઇ યુવતીનુ મોઢું દબાવી યુવતીને તેનાં ઘરના અંદરના રૂમમા લઇ જઇ ખાટલા પર સુવડાવી હતી અને યુવતીના બળજબરીથી કપડા કાઢી તેણે પહેરેલી લેગી ફાડી નાખી યુવતી સાથે બળજબરીથી શારીરિક સબંધ બાંધી બળાત્કાર કર્યો હતો.
બળાત્કાર કરી નરાધમ યુવકે યુવતીને જો કોઇને કહીસ તો જાનથી મારી નાખવાની ધમકી આપી જો ઘરના માણસો કઇ કહેશે તો તેમને ગામમા નહી રહેવા દેવાની ધમકી આપી હતી.
બળાત્કારનો ભોગ બન્યા બાદ યુવતીએ પોતાના ઘરે જઇ સમગ્ર બનાવની વાત પોતાની માતાને કરતા માતા ચોંકી ઊઠી હતી, યુવતીની માતા યુવાનને કહેવા જતાં તેણીને યુવાને ગાળો ભાંડી હતી અને બળાત્કાર કરનારો યુવાન ફરાર થઈ ગયો હતો.
સમગ્ર બનાવની જાણ દેડિયાપાડા પોલીસ મથકમાં કરતાં પોલીસે બળાત્કાર કરનારા જીગ્નેશ ખુમાનસીગ વલવી સામે બળાત્કારનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here