નર્મદા જીલ્લાના દેડિયાપાડા ખાતે ભરાતો હાટ બજાર શરૂ કરવાના ચક્રો ગતિમાન થતાં જ લોકોમા ભય ફેલાયો

ડેડીયાપાડા,(નર્મદા)
આશિક પઠાણ

કોરોનાની મહામારી વચ્ચે આદિવાસી વિસ્તારમાં હાટ બજાર શરું કરવુ કેટલુ યોગ્ય ?? બુધ્ધિજીવીઓ એ ઉઠાવ્યા પશ્ર

વડાપ્રધાનની જાહેરાત કે કોરોના હજુ ગયો નથી સુરક્ષા તકેદારી જરુરી તો આદિવાસીઓને કેમ હોમવાનો તખ્તો ધડાઇ રહ્યો છે

નર્મદા જીલ્લાના દેડિયાપાડા ખાતે વર્ષોથી દર ગુરુવારે હાટ બજાર ભરાય છે જેમા હજારોની સંખ્યામા આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસીઓ પોતાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓને ખરીદવા ઉમટતા હોય છે તયારે કોરોનાની મહામારી વચ્ચે આ હાટ બજારને સુરક્ષા સલામતી અને કોવિડ 19 ના સરકારી નિયમો આધિન મહીનાઓથી બંધ કરવામાં આવેલ જેને તા 22 મી ના રોજ ગુરુવારે ખોલવાની જાહેરાત કરવામાં આવતા સોશીયલ મિડીયામા આદિવાસીઓ ને શા માટે મોતના કોયડો બનાવવામાં આવી રહયા છે ની ચર્ચાઓ વહેતી થઈ હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે જ હજુ કોરોનાનો ખતરો ઓછો થયો નથી દેશવાસીઓને કાળજી રાખવી જોઈએની શીખ તેઓએ આપી છે એ સાથે જ દેડિયાપાડા ખાતે મહીનાઓથી બંધ પડેલા દેડિયાપાડા ખાતે ભરાતો હાટ બજાર પુનઃ શરૂ કરી દેવામાં આવસે આ માટે તા 22 ની જાહેરાત પણ થતા લોકોમા ભયનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.

હાલ લોકો નિયમિતપણે પોતાના જીવન જીવી રહ્યાં છે કોઈ ચીજ વસ્તુઓની અછત વર્તાતી નથી સરકાર દરેક વસ્તુ ઉપર નજર રાખી રહી છે તેવાં સમયે એ પી એમ સી દેડિયાપાડા ખાતે તા 22 થી હાટ બજાર શરું કરવુ કેટલુ યોગ્ય એ પશ્ર સોશીયલ મિડીયા મા ચર્ચાસપદ બન્યુ છે હાટ બજાર ના સંચાલકો એ ભલે કોવિડ 19 ના લીધે સોશીયલ ડિસટનસીંગ નુ પાલન માસ્ક ફરજીયાત પહેરવા સહિત સેનેટાઇઝર રાખવાની સુચના આપી છે શુ આદિવાસી વિસ્તારમાં આ નિયમો નુ પાલન થશે ખરુ ??

વડાપ્રધાન પોતે જ કોરોના ગયુ નથી , લોકડાઉન જ ગયુ છે દો ગજ કી દુરી રાખવાનું પોતાના પ્રવચન મા કહે છે. શુ હાટ બજાર મા દો ગજ ની દુરી રખાસે ? શા માટે મોતને ના દરવાજાઓ ખોલાઇ રહયા છે ની ચર્ચાઓ એ જોર પકડ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here