નર્મદા જીલ્લાના દેડિયાપાડા તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા બની વેગવાન

દેડિયાપાડા, (નર્મદા) આશિક પઠાણ :-

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરતા સેજપુરના ગ્રામજનો

૩૦૦ જેટલા ગ્રામજનોએ વિનામૂલ્યે આરોગ્ય તપાસણી કેમ્પનો લાભ લીધો

દેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં સેજપુર ગામે પહોંચેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નું ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ગ્રામજનોએ સંકલ્પ રથના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રેરક સંદેશો અને સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓની માહિતીસભર ફિલ્મ નિહાળીને વિકસિત રાષ્ટ્ર્રના નિર્માણ માટેની સામુહિક શપથ લીધા હતા.

મહાનુભાવો દ્વારા ગરીબ અને જરૂરિયાત મંદ પરિવાર માટે ગ્રામજનોને સરકારની યોજના કેટલી મહત્વપૂર્ણ છે તે અંગે જાગૃત કરીને યોજનાકીય લાભ લેવા અનુરોધ કર્યો હતો. મેરી કહાની, મેરી જુબાની થીમ અંતર્ગત લાભાર્થીઓએ પણ સરકારી યોજનાના લાભથી જીવનમાં અનુભવેલા સકારાત્મક બદલાવ અંગે ગ્રામજનોને જાણકારી આપી હતી.

આ તકે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સહાય-લાભોનું વિતરણ કર્યું હતું. અંદાજે ૩૦૦ ગ્રામજનોએ વિનામૂલ્યે આરોગ્ય તપાસણી કેમ્પનો લાભ લીધો હતો. નર્મદા જિલ્લામાં પુનઃ પ્રારંભાયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો વંચિત લાભાર્થીઓ બહોળા પ્રમાણમાં લાભ લઇ રહ્યા છે.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય શ્રીમતી શાંતાબેન વસાવા, તાલુકાના અગ્રણીઓ, પદાધિકારીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાંત દવે, તાલુકા વિકાસ અધિકારી જગદીશ સોની સહિત સંબંધિત વિભાગના કર્મચારીઓ, લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here