નર્મદા જીલ્લાના ડેડીયાપાડા સહિતના વિસ્તારોમા ભાજપા જીલ્લા પંચાયત સદસ્ય દ્વારા ડુપ્લીકેટ દારૂનો વેપલો કરાતો હોવાનો BTP નો આરોપ

ડેડીયાપાડા,(નર્મદા) આશિક પઠાણ :-

રાજ્યપાલ ને ઉદ્દેશી લખાયેલ આવેદન પત્ર BTP ના આગેવાનો એ ડેડીયાપાડા ખાતે સુપ્રત કર્યું

ડુપ્લીકેટ દારૂ ના વેપલા થી અનેક આદિવાસી બહેનો વિધવા બની જીલ્લા પંચાયત ના ભાજપા સદસ્ય નો સમગ્ર પરિવાર આંકડા જુગાર દારૂ ના વેપલા માં સંડોવાયેલા હોવાની આવેદન પત્ર મા હકીકત

નર્મદા જીલ્લા ના દેવમોગરા મંદિરે દર્શન કરવા આવેલા ધારાસભ્ય મહેશ રાવલ ના પુત્ર ગૌરાંગ વસાવા અને ભારતીય જનતા પાર્ટીના જીલ્લા પંચાયત ના સભ્ય હિતેશ વસાવા ઉર્ફે ભોલા દીવાલ વસાવા વચ્ચે થયેલ મારામારી પ્રકરણ મા નવીન વળાંક આવી રહયા છે, એક તરફ સાંસદ મનસુખ વસાવા એ આ મામલા માં એન્ટ્રી કરી હતી અને જીલ્લા પંચાયત ના સભ્ય હિતેશ વસાવા ની તરફદારી કરી હતી અને તે ઝઘડામાં વચ્ચે છોડાવવા પડ્યો હોવાનું જણાવ્યું હતું, ત્યારે બીજી તરફ આજરોજ BTP ના આગેવાન અને જીલ્લા પંચાયત ના પુર્વ કારોબારી અધ્યક્ષ બહાદુર વસાવા ની આગેવાની માં રાજ્યપાલ ને ઉદ્દેશી લખાયેલ આવેદન પત્ર ડેડીયાપાડા ખાતે અપાયું હતું.

ભારતિય ટ્રાઈબલ પાર્ટી ના આગેવાન અને સામાજીક કાર્યકર તેમજ 100 જેટલી સહીઓ સાથે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતુંકે ડેડીયાપાડા સહિત આસપાસ ના વિસ્તારો મા જીલ્લા પંચાયત સદસ્ય હિતેશ વસાવા ઉર્ફે ભોલા સહિત તેનો પરીવાર પિતા દીવાલ છેડળ વસાવા તેની બે પત્નીઓ જીગ્નેશ દીવાલ વસાવા નાઓ ડેડીયાપાડા ના થાણા ફડિયા, પારસી ટેકરા, નવી નગરી, હાટ ચોકડી, વૈકુંઠ ફળિયા સહિત ના વિસ્તારો મા 100 જેટલાં યુવાનો પણ જોડાયા છે અને દારૂ નો વેપલો કરી રહ્યા છે, નવાગામ રોડ પર ડુપ્લીકેટ દારૂ ના કોઠા ખુલ્લેઆમ ચાલી રહયા છે, ડેડિયાપાડા અને સાગબારા મા જૂગાર આંકડા ના અડ્ડાઓ પણ ચલાવે છે.

આવેદન પત્ર મા જણાવ્યા અનુસાર દીવાલ અને તેના પરીવાર ઉપર અને ફરિયાદો નોંધાઈ છે, દીવાલ ની પાસા હેઠળ પોલીસ દ્વારા અટકાયત પણ કરી હતી, પરંતું બેરોકટોક પણે ફરી દારૂ જુગાર નો વેપલો ચાલી રહ્યો છે. સમગ્ર વિસ્તાર માં ડુપ્લીકેટ દારૂ વેચાતો હોય ને લોકો મરી રહ્યા છે, અનેક વિસ્તારોમાં માત્ર વિધવા આદિવાસી સ્ત્રીઓ જૉવા મળે છે તયારે આવા તત્વો ઉપર લગામ લગાવી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામા આવી છે.

આ ઉપરાંત પોલીસ સાથે મિલીભગત થી મહારાષ્ટ્ર માંથી ગુજરાત માં ત્રણ ખુનીયા તરીકે ઓળખાતી જગ્યા એ થી વિદેશી દારૂ ગુસાળવાની પ્રવુત્તિ માં પણ સંડોવાયેલ હોવાનું જણાવ્યું છે. આમ અસામાજિક તત્ત્વો ને પાસા હેઠળ અટકાયત કરવામાં આવે એવી માંગ કરવામા આવી છે.

મારી રાજકીય કારકિર્દી ખતમ કરવા નો BTP નો કારસો— જીલ્લા પંચાયત સદસ્ય હિતેશ વસાવા

ભારતીય ટ્રાયબલ પાર્ટી એ હિતેશ વસાવા સહિત તેના પરિજનો ને ઉદ્દેશી ને આપેલા આવેદનપત્ર ના અનુસંધાન માં ભાજપા નાં નર્મદા જીલ્લા પંચાયત સદસ્ય હિતેશ વસાવા ઉર્ફે ભોલા એ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુંકે મારી રાજકિય કારકિર્દી ખતમ કરવા નો કારસો છે, હુ કે મારાં પરીવાર નો કોઇ સદસ્ય આવી અસામાજિક પ્રવુત્તિ માં સંડોવાયેલા નથી, જેતે સલનલગ્ન અધિકારીઓ આ બાબતે ડેડીયાપાડા મા તપાસ પણ કરી શકે છે.BTP ની ચુંટણીઓ માં કારમી હાર થઈ હોય તેમજ આવનાર વિધાનસભા પણ હારનાર હોય કિન્નાખોરી રાખી ખોટા આરોપો લગાવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here