નર્મદા જીલ્લાના કોબા નવીફળીના મુખ્ય માર્ગ ઉપર એક સાથે ત્રણ ત્રણ વાહનો ભટકાયા

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ

કોટન ભરેલી ટ્રક કન્ટેનર અને એસ .ટી. બસ વચ્ચે અકસ્માત થતા આગની અગનજવાળા ઓ થી કલાકો સુધી વાહન વ્યવહાર બંધ

ધ બર્નિંગ ટ્રેનના દ્ષયો માર્ગ ઉપર જોવા મળ્યા મોડી સાંજે સર્જાયેલાં અકસ્માતમા કેટલા હોમાયા અનિશ્રિત

નર્મદા જીલ્લાના સાગબારા તાલુકાના કોડબા નવીફળીના મુખ્ય માર્ગ ઉપર મોડી સાંજે એકસાથે ત્રણ ત્રણ વાહનો ભટકાયા હતા જેમા ગંભીર આગ લાગતાં ધ બર્નિંગ ટ્રેનના દ્ષયો માર્ગ ઉપર જોવા મળ્યા હતા.

મળતી માહિતી અનુસાર મોડી સાંજે કોડબા ગામના પાટિયાથી થોડેક દૂર કપાસ ભરેલી ટ્રક કન્ટેનર અને એસ. ટી . બસ વચ્ચે અકસ્માત થયો હતો જેમા કપાસ ભરેલી ટ્રક કન્ટેનર સાથે ભટકાઇ હતી જેથી કપાસમા આગ લાગી હતી પાછળથી આવતી એક એસ. ટી. બસ પણ કન્ટેનર પાછળ ભટકાઇ હતી.

કપાસ ભરેલી ટ્રક મા આગ લાગતા તેણે બધા વાહનોને ઝપેટમાં લેતા માર્ગ ઉપર આગળની અગનજવાળાઓ ફાટી નીકળતા ધ બર્નિંગ ટ્રેન ના દ્ષયો માર્ગ ઉપર જોવા મળ્યા હતા. વાહનો ભડકે બળતા વાહન વ્યવહાર કલાકો સુધી બંધ રહયુ હતુ. અકસ્માત મા ટ્રક ચાલક સહિત ક્લિનર મળી કુલ ત્રણ ના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે , જયારે બસનો ચાલક ગંભીર હાલતમા હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here