બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ઠાકોર યશપાલસિહ અને પટેલ કૌશિકભાઈની બિનહરીફ વરણી કરાઈ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાની મહત્વની આર્થિક સંસ્થા અને ગુજરાતની સૌપ્રથમ સ્થાપિત બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આજરોજ ફોમૅ પરત ખેંચવાના છેલ્લા દિવસે સમય પૂર્ણ થતાં બે ફોમૅ બાકી રહેતા  પૈકી ઠાકોર યશપાલસિહ ગોવિંદસિંહ અને પટેલ કૌશિકભાઈ મનહરભાઈની બિનહરીફ વરણી કરવામાં આવી છે ત્યારે બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની યોજાયેલ ચૂંટણીની મુદ્ત પૂર્ણ થતાં ફરી તારીખ ૧૭ એપ્રિલના રોજ ચૂંટણી યોજાવાની હોય ત્યારે બીજેપીના ત્રણ વિભાગની ૧૬ બેઠકોના નવા ઉમેદવારોની યાદીથી વિવાદ સામે આવ્યો હતો જેમાં ચુંટણી પૂર્વે જુના ઉમેદવારોની બાદબાકી કરી નવા ઉમેદવારોનો સમાવેશ કરતા ભારે વિખવાદ સજૉયો હતો ત્યારે આજરોજ ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે વિવાદ વધુ વકરે તે પહેલાં જ ૧૬ પૈકી ૧૪ ડીરેકટરોની ચુંટણી યોજાશે બિનહરીફ વરણી થતાં યશપાલસિહ ઠાકોરે જણાવ્યું હતું કે બોડેલી એપીએમસીમાં ફોર્મ ખેંચવાની મુદ્ત પૂર્ણ થઈ છે સાથે ભાજપા દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યો છે તેમાંથી ખેડૂત વિભાગમાં ચાર અને કોટનમા હું પોતે બિનહરીફ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે ૧૬ ડીરેકટરોમાથી બે ચુંટાયા છે ૧૪ ડીરેકટરો બાકી છે ત્યારે હવે કુલ ૨૯ ઉમેદવારો મેદાનમાં છે જેમાં ખેડૂત વિભાગમાં ૨૧ ઉમેદવારોમાંથી ૧૦ કેન્ડીડેટ ચુટાવાના છે વેપારી વિભાગમાં ૮ ઉમેદવારો છે જેમાં ૪ ડીરેકટર છે બિનહરીફ ઉમેદવાર યશપાલસિહ ઠાકોરને ભાજપના આગેવાનો સહિત કાયૅકરોએ અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here