નર્મદા જિલ્લામા શિક્ષક દિન નિમિત્તે યોજાતો નિવૃત્ત શિક્ષકોના સન્માનનો કાર્યક્રમ રદ્દ કરતા શિક્ષકોમા ભારે રોષ…

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

5 મી સપ્ટેમ્બરે નર્મદા જિલ્લાના 50 જેટલા નિવૃત્ત શિક્ષકોનો સન્માન સમારંભનો કાર્યક્રમ નર્મદાના ઇતિહાસમાં પહેલીવાર કાર્યક્રમ રદ કરવામાં આવ્યો

આ વખતે માત્ર 10 પ્રાથમિક શિક્ષકો જેમાં તાલુકાના 6 અને જિલ્લાના 3 શ્રેષ્ઠ શિક્ષકોનું જ માત્ર 30 જણાની હાજરીમાં શિક્ષણ સન્માનનો કાર્યક્રમ યોજાશે

કોરોના અને ફંડનું બહાનું કાઢીને વર્ષોથી નિયમિત યોજાતો નિવૃત્ત શિક્ષકોનો સન્માન સમારંભ કરાતા શિક્ષકોમાં રોષની લાગણી,સોશિયલ મીડિયા અને શિક્ષકોના ગ્રુપમાં આકરી ટીકા.

શિક્ષકદિન નિમિત્તે 5 મી સપ્ટેમ્બરના રોજ દર વર્ષે નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે યોજાતો જિલ્લામાં તમામ નિવૃત્ત શિક્ષકોનો સન્માન સમારંભ નર્મદાના ઇતિહાસમાં પહેલીવાર કોરોનાને કારણે રદ કરવામાં આવ્યો છે. તેની જગ્યાએ રાજપીપળા ખાતે માત્ર આ વખતે માત્ર 10 પ્રાથમિક શિક્ષકો જેમાં તાલુકાના 7 અને જિલ્લા ના 3 શ્રેષ્ઠ શિક્ષકોનુ જ માત્ર 30 જણાની હાજરીમા આ કાર્યક્રમ થશે. જોકે કોરોના અને ફંડનો બહાનું કાઢીને વર્ષોથી નિયમિત યોજાતો નિવૃત્ત શિક્ષકોનો સન્માન સંભારંભ રદ કરાતા શિક્ષકોમાં રોષની લાગણી જોવા મળી છે.

સોશિયલ મીડિયા અને શિક્ષકોના ગ્રુપમાં આ વિષયની આકરી ટીકા થઈ રહી છે. ચાણક્ય ના વાક્ય શિક્ષક કભી સાધારણ નહિ હોતા એ વાક્ય અનુસાર નિવૃત્ત શિક્ષકોને સન્માન વિસરી ગયેલ શિક્ષણ વિભાગ અને તંત્રની આકરી ટીકા કરતા શિક્ષકોએ જણાવ્યું હતું કે ખરેખર આ નિવૃત શિક્ષકનુ અપમાન છે . આ કાર્યક્રમ શિક્ષક સંઘો અને ડિઓ કચેરી અને તંત્ર ભેગા મળીને કરતું હતું. માત્ર ભાવ અને દીર્ઘદ્રષ્ટિ આયોજન હોય તો બધું જ કરી શકાય. વર્ષોથી રેગ્યુલર આ કાર્યક્રમ થતો જ હતો. આ વખતે કોરોના બહાનું કાઢીને આવા કાર્યક્રમો રદ્ ના કરી શકાય નુ શિક્ષણ જગત મા ચર્ચાસ્પદ બન્યુ છે.

આ અંગે શિક્ષકો એ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે કોરોના હોય તો પાંચ તાલુકાઓ મા 10-10શિક્ષકોને વહેચી જે તે તાલુકામા નાનો પ્રોગ્રામ કરીને 50ને સન્માનિત કરી આ કાર્યક્રમ કરી શકાત.સરકારી મોટા મોટા કાર્યકર્મો થાય છે અહી સરકારને શિક્ષક જ નડે છે ? આ કાર્યક્રમ શિક્ષક સંઘ અને ડિઓ કચેરીએ તંત્ર ભેગા મલીને કરતુ હતુ.માત્ર ભાવના અને દીર્ઘ દૃષ્ટિ આયોજન હોય તો બધુ જ કરી શકાય.
શિક્ષકના સન્માન સમારંભ કાર્યક્રમ પહેલી વાર રદ થયો તેને શિક્ષકોએ દુઃખદ ગણાવ્યો હતો.સરકાર પાસે વિકાસના કામો માટે કરોડોની ગ્રાન્ટ ફળવાય છે. પણ 50નિવૃત શિક્ષકને સન્માનવા માટે ફંડના હોય એવુ કહેવુ પડે એ ઘણુ પીડાદાયક હોવાનું પણ શિક્ષકો જણાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here