ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે કાર્યકરો અને જનતામા લોકચાહના મેળવતા ફેઝલ પટેલ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

સ્વ. અહેમદ પટેલ ના પુત્ર ફેઝલ પટેલ કાર્યકરો સાથે ના સંવાદ અને સામાજીક પ્રવુતિઓ થી ભરૂચ નર્મદા જીલ્લા માં ચર્ચાસ્પદ બન્યા

INDIA ગઠબંધન માં ભરૂચ લોકસભા બેઠક કોંગ્રેસ ના ફાળે આવે તો કોંગી નેતાઓ કાર્યકરો ની પ્રથમ પસંદ ફેઝલ પટેલ બને તો નવાઈ નહી

લોકસભા ની 2024 ની સામાન્ય ચૂંટણીઓ ને ગણતરી ના દિવસો જ હવે બાકી રહયા છે ત્યારે સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ આ ચૂંટણી માં પોતાના ધરખમ ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતારસે, ભાજપા એ ગુજરાત ની તમામ 26 લોકસભા બેઠક ગત ચૂંટણી માં પ્રાપ્ત કરી હોય આ વખતે પણ તમામ બેઠકો પ્રાપ્ત કરવાનો નિર્ધાર કરેલ છે ત્યારે સામાં પક્ષે કૉંગ્રેસ પણ ગુજરાત માં ભાજપા ને ટક્કર આપવા અને કેટલીક બેઠકો પ્રાપ્ત કરવાનો મનસુબો બનાવી બેઠી છે ત્યારે ભરૂચ લોકસભા બેઠક કે જે અગાઉ કૉંગ્રેસ ના ગઢ સમાન ગણાતી જે ભાજપા એ સ્વ. ચંદુભાઈ દેશમુખ ને ભાજપા ના ઉમેદવાર બનાવ્યા ત્યારથીજ ભાજપા પાસે છે, ભાજપા સાંસદ મનસુખ વસાવા આ બેઠક ઉપર પાંચ ટર્મ થી વિજય પ્રાપ્ત કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પોતાના સબળ ઉમેદવાર ને ચૂંટણી જંગ મા ઉતારે તો આ બેઠક ઉપર વિજ્ય મેળવી શકાય નો સણવણાટ કોંગ્રેસી કાર્યકરો માં ચાલી રહયો છે.

આ માટે રાજ્યસભા ના પૂર્વ સાંસદ સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલ ના પુત્ર ફેજલ પટેલ જે રીતે ભરૃચ અને નર્મદા જિલ્લા નાં લોકો ને અને કોંગ્રેસ કાર્યકર્તા ઓ ને મળી રહ્યાં છે, આદીવાસી વિસ્તાર માં આરોગ્ય અને શિક્ષણ ની સામાજીક કામગીરી કરી રહ્યા છે અને એમની આ સક્રિયતા અને જુસો અને કામગીરી ને લીધે લોકચાહના પ્રાપ્ત કરી રહ્યા હોય હવે લોકો અને કોંગ્રેસી કાર્યકરો તેઓને આગામી લોકસભા ની ચૂંટણીઓ માં કૉંગ્રેસ ના ઉમેદવાર તરીકે જોઈ રહ્યા છે.

હવે લોકો અને કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો મા માંગણી અને લાગણી ઉઠી રહી છે કે ભરૂચ લોક સભા ની ચૂંટણી ફેજલ અહેમદ પટેલ લડે તો ભરૂચ લોકસભા બેઠક ઉપર ચોકસ્સ કોંગ્રેસ પાર્ટી જીત મેળવી શકે છે. કૉંગ્રેસ પાર્ટી ફેઝલ પટેલ ને મેદાન મા ઉતારી ભાજપા ને પડકાર ફેંકી શકે છે.

પરંતું જો INDIA ગઠબંધન થકી આ બેઠક આમ આદમી પાર્ટી ના ફાળે જાય તો ચૈતર વસાવા કે જેઓ ડેડિયાપાડા ના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે તેઓ પણ પ્રબળ દાવેદાર માનવામાં આવી રહયા છે.

રાજ્યસભાના પૂર્વ સાંસદ સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલ ના પુત્ર ફેજલ પટેલ ને જૉ કૉંગ્રેસ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે તો અહેમદ પટેલ ના ઉત્તરાધિકારી અને અહેમદ પટેલ ની સેવાકિય પ્રવૃત્તિઓ ને માન આપી ને મતદારો કૉંગ્રેસ પાર્ટી તરફ પોતાનો ઝુકાવ દાખવે ની ચર્ચાઓ હાલ તો ભરૂચ અને નર્મદા જીલ્લા ના રાજકિય વાતાવરણ માં જોવા સાંભળવા મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here