નર્મદા જિલ્લામાં મનરેગા યોજનામાં ઈ-ટેન્ડરીંગ પ્રક્રિયા તાત્કાલિક ધોરણે બંધ કરવા મામલે રાજ્યકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડ તથા સંસદ સભ્ય ગીતાબેન રાઠવાને આવેદન આપી લેખિત રજૂઆત…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

સરપંચ પરિષદ ગુજરાત દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી ઈ-ટેન્ડરીંગ પ્રક્રિયા રદ નહીં થાય તો નર્મદા જિલ્લાની તમામ તમામ ગ્રામ પંચાયતો તેમજ સરપંચો દ્વારા આંદોલનની ચીમકી

સરપંચ પરિષદ ગુજરાત દ્વારા મુખ્યમંત્રીને નર્મદા મનરેગા યોજનામા ઈ-ટેન્ડરીંગ પ્રક્રિયા તાત્કાલિક ધોરણે રદ કરવા બાબતે રાજપીપળા ખાતે સર્કીટ હાઉસમાં આયોજન અંગેની બેઠકમાં નર્મદાના સરપંચ નિરંજન વસાવાની આગેવાનીમાં સરપંચોએ રાજ્ય કક્ષા મંત્રી બચુભાઇ ખાબડ તથા સાંસદ સભ્ય ગીતાબેન રાઠવાને લેખિત આવેદન આપ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ ઘનશ્યામ દેસાઈ, જિલ્લા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીને પણ રજૂઆત કરવામાં આવી હતી.

ઉપરાંત નર્મદા જિલ્લામાં મનરેગા દ્વારા ઈ-ટેન્ડરીંગ પ્રક્રિયા તાત્કાલિક ધોરણે રદ કરવાના મામલે મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો છે. સરપંચોએ મંત્રીને રૂબરૂમાં જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં જે મનરેગા હેઠળ થતાં કામોનો ઈ-ટેન્ડર કરવામાં આવેલ છે. એ નિયમ વિરુદ્ધ છે. પાંચ લાખથી નીચેના કામો ગ્રામ પંચાયતના નેજા હેઠળ કરવાના હોય છે. જે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારના પરિપત્રોનો ઉલ્લંઘન થઇ રહ્યું છે. અને ઈ-ટેન્ડરીંગ હાલમાં થઈ રહ્યું છે તે કોઈ પણ નિયમ આધારિત નથી. અને આપણા દેશના વડાપ્રધાન આત્મનિર્ભર યોજના લાવ્યા હોય તેમ છતાં આ ઈ-ટેન્ડરીંગની પ્રક્રિયા હાથ ધરી જિલ્લા બહારની એજન્સીઓ તેમજ જિલ્લા પંચાયત દ્વારા સરકારના પરિપત્રનો ભંગ કરી આ પ્રક્રિયા કરવામાં આવેલ છે. જે તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે. નહિતર તો આવનારા દિવસોમાં નર્મદા જિલ્લાની તમામ ગ્રામ પંચાયત તેમજ સરપંચો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે ની ચીમકી પણ ઉચ્ચારી હતી.

નર્મદા જિલ્લાની કોઈપણ ગ્રામ પંચાયતમાં મનરેગા હેઠળનું કામ કરવા દેવામાં આવશે નહીં, તો આ ટેન્ડરિંગ રદ કરવામાં નહીં આવે તો અમારે નર્મદા જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોના હક છીનવાઈ જાય તેમ છે. તે માટે અમારે નર્મદા જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોના સરપંચો હાઇકોર્ટના દ્વારે જવું પડશે. તેના માટે નર્મદા જિલ્લાના તમામ ગ્રામ પંચાયતના સરપંચો તૈયાર છે. આ ઇટેન્ડર પ્રક્રિયા તાત્કાલિક ધોરણે રદ થાય એવી રજૂઆત કરી હતી. આ અંગે લેખિત રજૂઆત રાજ્યકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડ તથા સાંસદ સભ્ય ગીતાબેન રાઠવા છોટાઉદેપુર, સંસદ સભ્ય મનસુખ વસાવા ભરૂચને કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here