તિલકવાડા જેતપુર ચોકડી પાસેથી વિમલ પાન મસાલાના કુલ 50 પેકેટ અને તમાકુના 50 પેકેટ સાથે બે ઇસમો ઝડપાયા…

તિલકવાડા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

મોટરસાયકલ પર મીણીયા થેલીમાં પાન મસાલાની હેરાફેરી કરાતી હતી

તિલકવાડા અને ગરૂડેશ્વર તાલુકામાંથી ત્રીજીવાર તમાકુ પાન મસાલાની હેરાફેરી ઝડપાઈ

હેરાફેરી કરનારા પોલીસને ગાંઠતા નથી ચોરીછૂપીથી પાછલે બારણેથી ગુટકા તમાકુના વેચાણ કરતા વેપારીઓ સામે પોલીસની લાલ આંખ..

નર્મદા જિલ્લામાં લોકડાઉનમાં પાન મસાલ, બીડી તમાકુના ગલ્લા ખોલવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે દુકાન ખોલવા પર અને વેચાણ કરવા પર પ્રતિબંધ છે. છતાં કેટલાક લેભાગુ વેપારીઓ અને ઈસમોએ ગેરકાયદે રીતે પાછલે બારણેથી પોલીસની નજર બચાવીને તમાકુ પાન-મસાલાનું હેરાફેરી કરતા હોય આવા વેપારીઓ અને ઈસમો સામે લાલ આંખ કરી છે. આ અંગે તિલકવાડા પોલીસે જેતપુર ચોકડી પાસેથી વિમલ પાન મસાલાના કુલ 50 પેકેટ તમાકુના 50 પેકેટ સાથે પાન પડીકી નું વેચાણ કરવાની હેરાફેરી કરતા બે આરોપીઓની ધરપકડ કરી છે.
જેમાં તિલકવાડા પોલીસ મથકે પીએસઆઇ એ. એસ.વસાવા જાતે ફરિયાદી બની આરોપી શેરમહમદ બાલાસાહેબ દાયમા, રાજેશભાઈ ચુનીલાલ વસાવા બને (રહે, રેંગન ) સામે ફરિયાદ દાખલ કરી છે.
ફરિયાદની વિગત મુજબ આરોપી શરમહન્દ અને રાજેશભાઈ પોતાની પ્લેટીના મોટર સાયકલ નંબર જીજે 22 ડી 5980 ઉપર બે સવારી મીણીયાના થેલી પ્રતિબંધિત વિમલ પાનમસાલાના કુલ 50 પેકેટ કિંમત રૂ. 6,000 /- તથા તમાકુના નંગ 50 કિંમત રૂ 7500 /- તથા પ્લેટીના મોટર સાયકલ કિંમત રૂ.10,000 /- મળી 23500 /-નો મુદ્દામાલ કબજે લઇ પાન પડીકી વેચાણ કરવા નાઈન ઇરાદે હેરાફેરી કરતા ઝડપી લીધા હતા. હાલ નોવેલ કોરોનાવાયરસ કોવીડ19 સંક્રમણને લઈને સમગ્ર રાજ્ય લોકડાઉન હોય જિલ્લા મેજિસ્ટ્રેટ ના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતા બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અગાઉ નર્મદા પોલીસે ગરૂડેશ્વર તાલુકાના બોર ઉતાર ગામેતી પીકઅપ વાન માંથી તમાકુ પાન-મસાલાનું રૂ. 431600/- જંગી જથ્થાને હેરાફેરી ગરુડેશ્વર પોલીસે ઝડપી પાડી હતી. તેમજ ગરુડેશ્વર પાસે ક્રિષ્ના કાઠીયાવાડી હોટલ પાસેથી એક્ટીવા સ્કુટર પર વિમલ પાન મસાલા નો 33950 /- નો ગેરકાયદે મુદ્દામાલ ઝડપી પાડયો હતો, છતાં પાનમસાલા ગુટખાનું વેચાણ અને ગેરકાયદે રીતે લોકડાઉનમાં જાહેરનામાનો ભંગ કરતા આવા વેપારીઓ સામે કડક વલણ અપનાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here