નર્મદા જિલ્લામાં એક્સપાયરી ડેટવાળુ બિયારણ ખેડુતોને વેચવાનું કૌભાંડ…

GSFC એગ્રોટેકના રાજપીપળા APMC ખાતેના બિયારણ કેન્દ્ર ખાતેથી ખરીદેલા કારેલાના બિયારણ એક્સપાયરી ડેટ વાળુ

કમોદીયા (જુનારાજ)ના ખેડુતે ટ્રાયબલ સબ પ્લાન યોજના હેઠળ ખરીદેલુ બિયારણ એક્સપાયરી ડેટ વાળુ હોય, રાષ્ટ્રપતિ સહિત રાજયપાલ અને કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરી

બિયારણ કેન્દ્રનું લાયસન્સ રદ કરી સજા કરવાની ખેડુતની માંગ

રાજપીપળા(નર્મદા), તા.17/07/2020
આશિક પઠાણ

નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતેના APMC ખાતે ચાલતાં GSFC એગ્રોટેકના બિયારણ અને ખાતર વેંચાણ કેન્દ્ર ઉપર લથી ખેડુતોને સરકારી યોજનાઓ હેઠળ એક્સપાયરી ડેટ વાળુ બિયારણ આપવામાં આવતુ હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. કમોદીયા (જુનારાજ) ના ખેડુતને જુની ડેટ વાળુ કારેલાનું બિયારણ પધરાવવામાં આવતા જાગૃત ખેડુતે રાષ્ટ્રપતિ સહિત રાજયપાલ, મુખ્યમંત્રી અને નર્મદા કલેક્ટરને લેખિત ફરિયાદ કરી લાયસન્સ રદ કરવાની સાથે સજા કરવાની પણ માંગ કરી છે.

મળતી માહિતી અનુસાર કમોદીયા (જુનારાજ)ના ખેડુતો કાન્તિભાઇ બામણજીભાઇ વસાવાનાઓને સરકારની ટ્રાયબલ સબ પ્લાન યોજના હેઠળ બિયારણ પોતે આદિજાતિના હોય સહાયરૂપ મંજૂર થયેલ, બિયારણ વિતરણનું કામ રાજપીપળા APMC ખાતે ચાલતાં GSFC એગ્રોટેકના બિયારણ અને ખાતર વેંચાણ કેન્દ્ર ઉપરથી લાભાર્થીઓને થતુ હોય ખેડુત ખાતર અને બિયારણ લેવા માટે ગયેલો, ખેડુતોએ પોતાના ફાળાની ભરવાની થતી રકમ ખેડુતે જમા કરાવી હતી ત્યાર બાદ તેને ખાતર અને કારેલાના બિયારણની જથ્થો આપવામાં આવેલ, ખેડુતે પોતાને જે બિયારણ આપ્યુ તેની મેનયુફેકચર અને એક્સપાયરી ડેટ જોતાં કારેલાનું બિયારણ એક વર્ષથી પણ વધુ સમય પહેલા તૈયાર કરવામાં આવેલ હોવાનું બિયારણના પેકેટ પર સ્પષ્ટ રીતે જણાતું હતું.

ખેડુતે આ અંગે ફરિયાદ, બિયારણ કેન્દ્ર ખાતે કરતાં તેની વાત જ સાંભળવામાં આવી નહોતી, જેથી ખેડુતે નર્મદા જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરી તેની નકલ રાષ્ટ્રપતિ સહિત રાજયપાલ, મુખ્યમંત્રી વિગેરેને મોકલી બિયારણ કેન્દ્રનું લાયસન્સ રદ કરી સજા કરવાની ખેડુતે માંગ કરી છે.વિશેષમાં ખેડુતે જણાવ્યું છે કે, જો આ બિયારણ વાવી દેવામાં આવે અને તેનુ ઉત્પાદન ન મળે તો પોતાને પરિવાર સહિત આત્મહત્યા કરવાનો સમય આવે જેથી આ મામલો ગંભીર હોય યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here