નર્મદા જિલ્લાના ઉમરાણ ગામની સસ્તા અનાજની દુકાન સંચાલક દ્વારા સરકારી અનાજ સગેવગે કરાતો હોવાનો આરોપ…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

ઉમરાણ ગામના કાર્ડ ધારકે પોતે અનાજનો જથ્થો દુકાનમાથી લીધો ન હોવા છતાં દુકાનદાર દ્વારા ખોટા અંગુઠા પાડી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની ફરિયાદ

નર્મદા કલેક્ટર સહિત મામલતદાર દેડિયાપાડાને લેખિત ફરિયાદ કરી દુકાનદાર સહિત તેના મળતિયાઓ સામે ગુનો નોંધી તપાસ કરવાની માંગ

લોકડાઉન અને કોરોનાના કહેર વચ્ચે લોકોના ધંધા રોજગાર છીનવાતા લોકો બેરોજગાર બનતાં સરકારે રેશનકાર્ડ ધારકોને મફત સહિત વ્યાજબી ભાવે અનાજ આપવાની જાહેરાત કરી છે, તમામ કાર્ડ ધારકોને અનાજ આપવામાં આવી રહયું છે ત્યારે નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ઉમરાણ ગામના કાર્ડ ધારકે અનાજનુ વિતરણ કરતાં વ્યાજબી ભાવની દુકાનના પરવાનેદાર વિરૂદ્ધ નર્મદા કલેક્ટર સહિત દેડિયાપાડા મામલતદારને લેખિત ફરિયાદ કરી અનાજ વિતરણમા ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદ દેડિયાપાડા તાલુકાના ઉમરાણ ગામ ખાતે દેવરામ દાદુભાઇ વસાવા રહે. પારસીટેકરા, દેડિયાપાડા નાઓ સસ્તા અનાજની દુકાન ચલાવે છે. તે પોતે દુકાન પર મોટા ભાગે તેના પત્નિ ઇંદુબેનને બેસાડતા હોય છે, મુજફફરઅલી મકરાણી રહે. પારસીટેકરાના કોમ્પ્યુટર પર અનાજની કુપનો કાઢવાની હોય છે. ત્યારે ફરિયાદી રાયસીંગ ગીરીશભાઈ વસાવા રહે.ઉમરાણ નાઓના પરિવારનો અનાજનો જથ્થો આ દુકાન પરથી મળતો હોય તેઓને સરકાર દ્વારા મફતમા આપવામાં આવતો અનાજ પુરતા નિયમોનુસાર જથ્થામા આપવામાં ન આવતા તેમજ તેમના પરિવારના રેશનકાર્ડનો જથ્થો ગેરકાયદેસર રીતે કોમ્પ્યુટર સાથે ચેડાં કરી ખોટા અંગુઠાની છાપ પાડી અનાજ તેમને આપ્યા વિનાં અન્યત્ર સગેવગે કરાતો હોવાનો આરોપ લગાવ્યો છે.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી વેબસાઈટ ઉપર ચેકીંગ કરતા પોતાના અનાજનો જથ્થો પોતે મેળવેલ નથી છતાં પણ વેબસાઈટ ઉપર તેમને અપાયેલાનુ જણાતાં અનાજના વિતરણમા મોટાં પ્રમાણમા ભ્રષ્ટાચાર દુકાનદાર દ્વારા આચરવામાં આવતો હોવાની ફરિયાદ કરવામાં આવી છે.

આ પ્રકરણ મા યોગ્ય તપાસ થાય તો અનાજ ના વિતરણ મા ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ ચાલતી હોવાનું બહાર આવવાની શક્યતા ઓને નકારી શકાય નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here