નર્મદા એલ.સી બી. પોલીસે કેમેરાઓની મદદથી 11 અને 13 વાર અવરજવર કરનારાઓને ઝડપી પાડયા…

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

રાજપીપળામા ગોઠવેલા કેમેરા અને ડ્રોન કેમેરાથી માસ્ક પહેર્યા વગર ફરનારા પર રખાતી ચાંપતી નજર

રાજપીપળામા માસ્ક પહેર્યા વગર ફરનારા ડ્રોન કેમેરામા ઝડપાયા

કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા ગુજરાત સરકાર સહિત કેન્દ્ર સરકારે લોકડાઉન જાહેર કરેલ છે, એકેડેમીક એકટને લગતા જાહેરનામા બહાર પાડી કોરોનાનું સંક્રમણ એકબીજામાં ન વધે એ માટેની કાળજી રાખવામાં આવી રહી છે. તયારે કેટલાક તત્વો જાહેરનામાઓની ભંગ કરી બેરોકટોક બેફિકરાઈથી જાહેર આરોગ્યને નુકશાન થાય એ રીતે હરતાં ફરતાં હોય છે ,આવા તત્વો ઉપર પોલીસ ચાંપતી નજર રાખી રહીં છે.

રાજપીપળામા એકજ સથળેથી તેર વાર અને અગિયાર વાર અન્યના જીવન જોખમાય એ રીતે હરતાં ફરતાં તેમજ માસ્ક પહેર્યા વગર ફરનારાઓ સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવીછે.

ધમણાછા ગામ ખાતે રહેતો ભાર્ગવ મનહરભાઇ પટેલ કાળાધોડા ખાતે ગોઠવવામાં આવેલા કેમેરામા અવરજવર કરતો 13 વાર કન્ટ્રોલ રુમ ખાતે સર્વેલન્સમા ડિટેકટ થયો હતો.
રાજપીપળાની લાયન્સ કોલોનીમા રહેતો અમરત કારીયા વસાવા પણ અગિયાર વાર અવરજવર કરતા કેમેરામા કેદ થયો હતો.જેમની સામે એલ. સી. બી. પી.એસ. આઇ. સી. એમ.ગામીતે 188 કલમ હેઠળ નો ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઉપરાંત કોરોના ની મહામારી ને અનુલક્ષી માસ્ક પહેરવું ફરજિયાત કર્યુ હોય છતાં લોકો માસ્ક પહેર્યા વગર ફરતાં હોયછે એવા બેને ડ્રોન કેમેરા સર્વેલન્સ થી ઝડપાયા હતા જેમાં (1) દિપક ગિરધર પરાસર રહે.હાઉસીંગ બોર્ડ રાજપીપળા, (2) અલકેશ આનંદપ્રકાશ પંચાલ રહે.સબજેલ પાસે આ બનને સામે પણ પોલીસ દ્વારા કાયદેસર ની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here