કલેકટરશ્રીના આદેશ અનુસાર મોડાસા ચાર રસ્તા પોલીસ ચોકીથી સરકારી ચોરા સુધીના વિસ્તારને એક માર્ગીય કરાતા વેપારીઓમાં વિરોધ

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

તાજેતરમાં કલેકટરશ્રીના આદેશ અનુસાર મોડાસા ચાર રસ્તા પોલીસ ચોકીથી સરકારી ચોરા સુધીના વિસ્તારને એક માર્ગીય કરાતા વેપારીઓમાં વિરોધ ઊભો થવા પામેલ છે નગરપાલિકા દ્વારા ગામના પાંચ માર્ગોને વન વે કરવાની જગાએ એકમાત્ર વેપારી વિસ્તાર અને ગામતળમાં આવેલા આ માર્ગને એકાએક વનવે કરી દેવાતા વેપારીઓના ધંધા રોજગારમાં મોટો ફટકો પડેલ છે જેના કારણે હાલમાં ચાલતી મહામંદીના માહોલમાં વેપાર રોજગાર ઠપ થવાથી વેપારીઓમાં છૂપો રોષ વ્યાપ્યો છે બીજા ચાર માર્ગોને વનવે કરવાની તાતી જરૂરિયાત હતી તેને પ્રાધાન્ય આપવાને બદલે આ માર્ગને એકાએક એક માર્ગીય કયા કારણોસર કરાયો તે અંગે લોકો પુછી રહ્યા છે તાજેતરમાં આ વિસ્તારમાં આવેલા વેપારીઓની મળેલ મીટીંગમા આ અંગેચર્ચા વિચારણા થયેલ અને આગામી દિવસોમાં યોગ્ય રાહે રજૂઆત કરવામાં આવનાર છે તેમ છતાં આ હુકમ પાછો ન ખેંચાય તો વેપારીઓએગાંધીચીઘ્યામાર્ગે આંદોલન કરવાનુ નક્કી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here