ધાનપુર તાલુકાના ભોરવા ગામે કોળી સમાજ લગ્નમાં ખોટા ખર્ચાઓ બંધ કરવા માટેની ગામના આગેવાનો દ્વારા મિટિંગ યોજવામાં આવી…

ધાનપુર, (દાહોદ) મોહન બારીયા :-

ધાનપુર તાલુકાના ભોરવા ગામે આજ રોજ કોળી સમાજ લગ્ન માં ખોટા ખર્ચાઓ બંધ કરવા માટે ની ગામના આગેવાનો દ્વારા મિટિંગ યોજવા માં આવી જેમાં ગામના સરપંચ તેમજ આગેવાનો તથા ગામમાં થી ગામ ના નાગરિકો ભેગા મળી ને ગામની અંદર ચાલતા ખોટા રિવાજો બંધ કરવા જેમાં ડી.જે.સાઉન્ડ બંધ,વ્યસન બંધ,વગેરે જેવા નાના મોટા વધારા ના ખર્ચાઓ બંધ કરવા જેના વિશે ની ચર્ચા કરવા માં આવી.જેનાથી સમાજ ના પ્રસંગો માં થતું નુકસાન અટકાવવા માટેના પગલાં લીધાગ્રામ પંચાયત ભોરવા. લગ્ન પ્રસંગે નિયમો, તા/०૨/०૪/૨૦૨૪ મંગળવાર ડીજે સાઉન્ડ બંધ કરવા બાબત દારૂનું વ્યસન બંધ. (બીઊ તમાકુ ) દાગીના માં દોરો. પાયલ. બે નંગ લાવવા, બગી ઘોડો વગેરે બંધ કપડા ઓઢણ મામાનું મામેરું લાવવું તે શિવાય બંધ. (પહેલા લગ્ન માં ચાલુ રાખવું) છુટક દાપા પેટે રૂ ૨૧૦૦/ છાણા ના રૂ ૫૧ આપવા. – સગાઈ માટે વધારામા વધારે . ૫૧ જણ અને ઓછા માં ઓછા ૨૧ જણ ( લગ્ન માં દેશી ઢોલ લાવવો ). – ને નોતરીયાળ માં પણ દેસી ઢોલ લાવવો લગ્ન માં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ કોઈ ગામના માંગેવાન ચૂંટાઈ ને આવે પ્રસંગે પણ ડીજે બંધ દેસી ઢોલ લાવવો લગ્ન પ્રસંગે ઢોલી આપવી રકમ રૂ ૯૫૦૦ માઈક ચાલુ રાખવામાં આવશે.. નોંધ. ડીજે પર પ્રલિબંધ છતાં લાવવામાં આવશે તે વ્યક્તિ ને રૂ ૧,०००००/- લાખ નો દંડ કરવામાં આવશે અને તેના ઘરે જવા પર પ્રતિબંધ તથા પોલિસ ફરીયાદ કરવામાં આવશે ગામમાં જાનમાં ડીજે લઈને આવશે તો ગામના સીમાડે થી પરત કરવું નહીં તો રૂ ૧,૦૦૦૦૦ લાખ દંડ પેટે લેવામાં આવશે હુકમ ભોરવા ગ્રામ પંચાયત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here