છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ લોખંડના ભુંગડા તથા સાફટીંગ સાથે પાંચ ઇસમોને મુદ્દામાલ સાથે પકડી પાડી ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરાનાઓ તથા આર.વી.ચુડાસમા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ.
જે અન્વયે વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો સાથે ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અંગત બાતમીદાર થકી હકિકત મળેલ કે આજથી આશરે પાંચેક દિવસ પહેલા છોટાઉદેપુર (વસેડી) વિસ્તારમાં
આવેલ ડોલો માઇટની ફેકટરીમાંથી લોખંડના ભુગળા,સાપટીંગ વિગેરેની ચોરી કરેલ જે મુદામાલના નાના-નાના ટુકડાકરી એક સફેસ કલરની નંબર વગરનો ટાટા ટેમ્પો ૪૦૭ માં ભરીને પાંચ ઇસમો છોટાઉદેપુર થી દેવગઢ બારીયા બાજુ જનાર છે જે હકીકત આધારે અલસીપુર ફાટક ત્રણ રસ્તા ઉપર વોચમાં હાજર હતા તે દરમ્યાન બાતમી હકિકતમાં જણાવ્યા મુજબની નંબર વગરનો ટાટા ટેમ્પો ૪૦૪ ગાડી ઝોઝ ગામ તરફથી આવતા તેને ઉભી રાખી કોર્ડન કરી પકડી પાડેલ જેમા ડ્રાઇવર શીટ ઉપર એક તથા ડ્રાઇવર સાથે બીજા અન્ય ચાર મળી કુલ પાંચ ઇસમો મળી આવેલ સદરી ટાટા ટેમ્પોમાં પાછળના ભાગે લીલા કલરની તાડપત્રી હટાવી જોતા ટેમ્પામાં લોખંડનો શરશામાન ભરેલો મળી આવેલ જે મળી આવેલ લોખંડ બાબતે પકડાયેલ ઇસમો પાસે
આધાર પુરાવા તથા સદર મુદામાલ બાબતે બીલો માગતા મળી અવેલ નહી સદર ઇસમોએ લોખંડના ભુગળા, સાપટીંગ છોટાઉદેપુર (વસેડી) વિસ્તારમાં આવેલ ડોલો માઇટની ફેકટરીમાંથી ચોરી કરીને લાવેલા હોવાનુ જણાવેલ જેથી પકડાયેલ ઇસમોને સી.આર.પી.સી. ૪૧(૧)ડી મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે ઝોઝ પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે. > કબ્જે કરવામાં આવેલ મુદામાલ
(૧) ટાટા કંપનીનો ટેમ્પો ૪૦૭
(૨)લોખંડના ટુકડા (દાગીના) નંગ-૧૪
(૩)મોબાઇલ નંગ-૦૪
(૪)પાના પકડ નંગ-૦૫
४.३.४,००,०००/-
७ि.३.४८,०००/-
કિ.રૂ.૨૦,૦૦૦/-
કિ.રૂ.કિ.રૂ.૨૫૦૦/-
કુલ કિ.૩.૪.૭૧.૫૦૦/-> પકાડાયેલ ઇસમો:-
(૧) શબ્બીર હુશેન ઝભા ઉ.વ.૨૯ રહે.વડવાડ,આંબલી ફળીયા, ગોધરા તા.ગોધરા જી.પંચમહાલ
(ર)તલ્હા ફારૂકભાઈ હ્યાત ઉ.વ.૨૮ રહે.મહેદા પ્લોટ, અબ્બુ બકર મસ્જીદ પાસે, ગોધરા તા.ગોધરા જી.પંચમહાલ
(3)યાસીન ઝમાલભાઇ શેખ ઉ.વ.૨૨ રહે.સિંગલ ફળીયા, મેહમુદ મસ્જીદ પાસે, ગોધરા તા.ગોધરા જી.પંચમહાલ
(૪)ઇર્શાદ અનવરભાઇ કાલુ ઉ.વ.૧૯ રહે.ભુખરી પ્લોટ, અસરફી મસ્જીદ પાસે, ગોધરા તા.ગોધરા જી.પંચમહાલ
(૫)ઇમરાન શોકતભાઇ લાલ ઉ.વ.૧૯ રહે.ચેતનદાસ પ્લોટ, જકારીયા મસ્જીદ પાસે, ગોધરા તા.ગોધરા
જી.પંચમહાલ > શોધી કાઢવામાં આવેલ ગુનો:-
(૧) છોટાઉદેપુર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.૨.નં.૧૧૧૮૪૦૦૨૨૪૦૩૪૮/૨૦૨૪ ઇ.પી.કો કલમ ૩૭૯

<span;>- આરોપીઓનો ગુનાહીત ઇતિહાસ:-

(૧)ગોધરા બી. ડીવી. પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૭૦૦૨૨૩૦૬૧૨/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૮૦, ૪૫૪, ૪૫૭
(૨)ગોધરા બી. ડીવી. પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૭૦૦૨૨૩૦૪૮૮/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯,૫૧૧,૧૧૪
(૩)ગોધરા બી. ડીવી. પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૭૦૦૨૨૩૦૭૮૯/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯,૪૪૭,૧૧૪
(૪) રાજગઢ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૭૦૫૫૨૩૦૦૦૫/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૮૦,૪૫૭.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here