ધનસુરા : સગરીવયની બાળાને ભગાડી જનાર ઇસમ તથા ભોગબનનારને પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતેથી ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અરવલ્લી

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

છેલ્લા છ વર્ષ અગાઉ ધનસુરા પોલીસ સ્ટેશનના કોલવડા ગામ ખાતે નોધાયેલ સગરીવયની બાળાને ભગાડી જનાર ઇસમ તથા ભોગબનનારને પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતેથી ઝડપી પાડતી
લોકલ ક્રાઇમ બ્રાન્ચ,અરવલ્લી

પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ, ગાંધીનગર નાઓએ તથા શ્રી સંજય ખરાત, પોલીસ અધિક્ષકશ્રી અરવલ્લી,મોડાસા નાઓએ આપેલ સૂચના ઓ મુજબ અરવલ્લી જિલ્લામાં બનેલ ગુન્હાઓના કામે નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા અસરકારક પરિણામલક્ષી કામગીરી કરવા માર્ગદર્શન/સુચનાઓ આપેલ હતી.
જે અનુસંધાને શ્રી એસ.કે.ચાવડા, પોલીસ સબ ઇન્સપેકટર. એલ.સી.બી.મોડાસા નાઓએ એલ.સી.બી. મોડાસાના પોલીસ માણસોની જુદી જુદી ટીમો બનાવી નાસતા ફરતા આરોપી ઓને શોધી કાઢવા જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હતા.
જે અન્વયે અમોને ચોક્કસ બાતમીદારથી બાતમી મળેલ કે, ધનસુરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૦૨૨/૨૦૧૭ ઇ.પી.કો.કલમ ૩૬૩,૩૬૬,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા પોકસો એકટ કલમ ૧૨ મુજબના કામનો આરોપી કિશોરભાઇ તખાભાઇ ખાંટ રહે.કોલવડા તા.ધનસુરા જિ.અરવલ્લીનાઓ હાલોલ તાલુકાના નુરપુરા કાશી તલાવડી ખાતે હોવાની ચોક્કસ બાતમી હોવાથી બાતમી આધારે મોડાસાથી હાલોલ તાલુકાના નુરપુરા કાશી તલાવડી ખાતે જતા ધનસુરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૦૨૨/૨૦૧૭ ઇ.પી.કો.કલમ ૩૬૩,૩૬૬,૫૦૪,૫૦૬ (૨) , ૧૧૪ તથા પોકસો એકટ કલમ ૧૨ મુજબ કામના આરોપી તથા ભોગબનનાર નાઓ મળી આવતા બન્ને જણાને મોડાસા મુકામે લાવી સદરી ઇસમને સી.આર.પી.સી. કલમઃ ૪૧(૧) આઇ મુજબ અટક કરી આગળની તપાસ માટે ધનસુરા પોલીસ સ્ટેશન તરફ મોકલી આપી આગળની તજવીજ કરેલ છે.
પકડાયેલ આરોપીઓઃ-
(૧) કિશોરભાઇ ઉર્ફે શૈલેષભાઇ તખાભાઇ ખાંટ ઉવ ૨૯ હાલ રહે. નુરપુરા કાશી તલાવડી
તા.હાલોલ જિ.પંચમહાલ મુળ રહે.કોલવડા તા.ધનસુરા જિ.અરવલ્લી
કામ કરનાર અધિકારી/કર્મચારીઓઃ-
(૧) શ્રી એસ.કે.ચાવડા,પોલીસ સબ ઇન્સપેકટર એલ.સી.બી. મોડાસા.
(ર) એ.એસ.આઇ.અનીલકુમાર અંબાલાલ એલ.સી.બી. મોડાસા.
(૩) અ.હે.કો.કલ્પેશસિંહ કરણસિંહ એલ.સી.બી. મોડાસા.
(૪) અ.હે.કો.કિશનકુમાર બાબુભાઇ એલ.સી.બી. મોડાસા.
(૫) ડ્રા.પો.કો.સુમનકુમાર રામાભાઇ એલ.સી.બી. મોડાસા.

આમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ,અરવલ્લી ધ્વારા અરવલ્લી જિલ્લાના ધનસુરા પો.સ્ટેના ગુન્હાના કામે છેલ્લા છ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી પ્રસંશનીય કામગીરી કરવામાં સફળતા સાપડેલ છે. તા.૧૪.૦૫.ર૦ર૩.

(એસ.કે.ચાવડા)
પોલીસ સબ ઇન્સપેકટર,
એલ.સી.બી.અરવલ્લી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here