દે.બારીયા તાલુકાના છાસીયા, બારા, સાગટારા, ગામ સહિત બારીયા તાલુકામાં વિવિધ કામોનુ ખાર્તમુરત કરતા મંત્રીશ્રીબચુભાઇ ખાબડ…

દે.બારિયા,(દાહોદ)
નટવરસિંહ પટેલીયા

દે.બારીયા તાલુકાના છાસીયા, બારા, સાગટારા, ગામ સહિત બારીયા તાલુકામાં વિવિધ કામોનુ ખાર્ત મુરત મંત્રી બચુભાઇ ખાબડ ના હસ્તે કરવામાં આવ્યુ

મંત્રી બચુભાઇ ખાબડ સાથે વાત કરતા તેઓએ જણાવ્યુ હતું કે, કોરોનાકાળ વચ્ચે છેલ્લા મહિનાઓમાં રાજયના સર્વાગી વિકાસને આવરી લેતા રૂ. ૨૭૦૦૦ કરોડના વિકાસના કામોના ખાતમુહૂર્ત-લોકાર્પણ સરકારશ્રી દ્વારા કરવામાં આવ્યા છે. આધુનિક શહેરોમાં હવે ગુજરાતના શહેરો બરાબરી કરશે તેમજ ઐતિહાસિક તાલુકા દેવગઢ બારિયાના છેવાડાના માનવી સુધી દરેક યોજનાનો લાભ પહોંચશે, આ પ્રસંગે તેમણે વધુમાં કહ્યુ કે, અગાઉની સરકારમાં યોજના અને વિકાસના નામે નાટકો થતા હતા. જ્યારે અમારી સરકાર સમય મર્યાદામાં યોજનાની આખી પ્રક્રિયા પૂરી કરે છે.
મંત્રી બચુભાઇ ખાબડએ જણાવ્યુ હતું કે કોરોનામાં વિશ્વ સ્થગીત થયુ છે, પરંતુ ગુજરાતમાં વિશ્વના સૌથી મોટા પ્રોજેક્ટ પણ વડાપ્રધાનશ્રીના હસ્તે ખુલ્લા મુકાયા છે. જેમાં, ભારતનો સૌથી ઉંચો રોપ-વે, એશિયાની સૌથી મોટી હાર્ટ હોસ્પિટલ, દુનિયાનો સૌથી મોટો રીન્યુએબલ એનર્જી પાર્ક જેવા પ્રોજેકટોનુ ખાતુમુહૂર્ત-લોકાર્પણ કરાયુ છે.

અમારા પ્રતિનિધિ સાથે વાત કરતા મંત્રીશ્રી બચુભાઇ ખાબડએ જણાવ્યુ હતુ કે, ગુજરાતે પીવાના પાણીના દુકાળને ભૂતકાળ બનાવી દીધો છે. પાણીના અભાવે લોકોની હિજરત ન થાય તેની અમારી સરકારે ચિંતા કરી છે. આ તકે મંત્રી બચુભાઇ ખાબડએ વધુમાં જણાવ્યુ હતુ કે, કિસાન સૂર્યોદય યોજનાથી ખેડૂતોને રાતે આરામ રહેશે, દિવસે વીજળી મળતા હવે આંતરીયાળ વિસ્તારના ખેડૂતોને રાનીપશુઓનો ત્રાસ નહીં રહે.
આ પ્રસંગે મંત્રી બચુભાઇ ખાબડએ સ્પષ્ટ જણાવ્યુ હતું કે, વર્ષ ૨૦૨૨ના અંત સુધીમાં રાજ્યના ઘરે-ઘરે નળથી જલ પહોંચાડવાનું લક્ષ્યાંક છે. દે.બારીયા તાલુકાના છાસીયા, બારા, સાગટારા નાં લોકોને સંબોધતા તેમણે ઉમેર્યુ કે, હવે ગામે ગામ પીવાના પાણીની અને રોડ રસ્તાની સમસ્યાઓનો અંત આવશે.
મંત્રી બચુભાઇ ખાબડએ તાજેતરમાં અમલી બનાવેલ લેન્ડગ્રેબીંગ કાયદાનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, આ ગાંધીનુ ગુજરાત છે. અહીં ગુન્ડાઓએ ગુજરાત છોડવુ પડશે અથવા ગુન્ડાગીરી છોડવાની રહેશે. લેભાગુ લોકો જમીન પચાવે તે દિવસો હવે પુરા થયા છે. કાયદો વ્યવસ્થામાં અમારી સરકાર કોઇ બાંધછોડ કરવા માંગતી નથી. અમે રાજ્યમાંથી ભય-ભુખ-ભ્રષ્ટાચાર નાબુદ કરવા પ્રતિબદ્ધ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here