દુધામલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ કૃષિ અને પંચાયત મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયો

દે. બારીયા, (દાહોદ) મોહન બારીયા :-

ભારત સંકલ્પ યાત્રા માં પધારેલા મહેમાનો નું કંકુ થી કુમ કુમ તિલક કરી શાળા ની બાલિકાઓએ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું, ધાનપુર તાલુકાના ઉડાણના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારની વિવિધ 17 જેટલી યોજનાઓનો લાભ અને યોજનાકીય જાણકારી જે તે ગામમાં પહોંચાડીને આપવામાં આવી રહીછે, ખેતીવાડી ની સહાય ની વિવિધ યોજનાઓ,વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન,આરોગ્ય નુ આયુષ્ય માન કાર્ડ, પ્રધાનમંત્રી ઉજવલલા યોજના, અંતર્ગત ગેસકનેકશન,બેન્ક ના વિમા ની જાણકારી તેમજ લાભ જેતે લાભાર્થીઓને આપવામાં આવ્યો હતો. બાકી રહેતા લાભાર્થીઓને પણ આ લાભોથી વંચિત ના રહે તે માટે સમજાવવામાં આવી રહ્યા છે.આ પ્રસંગે, ગુજરાત સરકાર માં કૃષિ અને પંચાયત મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબે સરકારી યોજનાઓ વિશે માહિતી આપી. જિલ્લા કારોબારી અધ્યક્ષ અભેસિંહ મોહનીયા,તથા તાલુકા પંચાયત પ્રમુખ અભેસિંહ છગન મોહનિયા અને ખેતીવાડી વિસ્તરણ અધિકારી ધાનપુર મામલતદાર શ્રી મોદી સાહેબ પૂર્વ તાલુકા પ્રમુખ પ્રદીપ મોહનિયા દાહોદ જિલ્લા કિસાન મોર્ચા ના મહામંત્રી ભરતભાઈ પટેલ સાહેબ અને પૂર્વ ઉપ પ્રમુખ જુવાનસિંહ ભાઈ તથા પ્રાથમિક શિક્ષક સંધના પ્રમુખ શ્રી નરપતસિંહ સાહેબ ઉપ પ્રમુખ શ્રીમતી કાંતા બેન બામણીયા સામાજિક કર્યકર સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here