દેશની રક્ષા કાજે શહિદ થયેલ સૈનિકોની આત્માની શાંતિ અને મોક્ષાર્થે જવાનોએ સિદ્ધપુરના બિંદુ સરોવરમાં માનસ તર્પણ કર્યું

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સમગ્ર ભારત વર્ષમાં પ્રસિદ્ધ એવા સિદ્ધપુર માતૃગયા તીર્થ ખાતે દેશની રક્ષા કાજે શહિદ થયેલ સૈનિકોના આત્મા ની શાંતિ માટે બીએસએફ ની 109 બટાલિયન ના ૧૦૦ થી વધુ જવાનોએ એક સાથે તર્પણ કરતા આજે ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા.માનસ તર્પણ ની સાથોસાથ તીર્થ પ્રાર્થના પણ કરવામાં આવી હતી.આ ઉપરાંત ભદ્ર સુકત જે શાંતિ સુકત તરીકે પણ ઓળખાય છે તેનું પઠન કરી તમામ શહીદ જવાનો ની આત્મા ને શાંતિ અને મોક્ષ પ્રદાન થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.માનસ તર્પણ કર્યા બાદ બિંદુ સરોવર પરિસર માં કપિલ મુનિ,કન્દપૅ ઋષિ, દેવહુતી માતા તેમજ ગયા ગદાધર ભગવાન ને સાદર ભક્તિભાવપૂર્વક માલ્યાર્પણ કરવામાં આવ્યુ હતું.જમ્મુ-કાશ્મીરમાં આવેલ ભારત-પાક સીમા ની ઓક્ટ્રોય ચોકી થી ગત ૧૫ મી ઓગષ્ટે પ્રસ્થાન પામી દાંડી જતી બીએસએફ જવાનો ની આ સાઈકલ યાત્રા ગઈકાલે બનાસકાંઠા થી સિદ્ધપુર આવી પહોંચી હતી.જ્યાં રાત્રી રોકાણ કરવામાં આવ્યું હતું.આ સાઇકલ યાત્રાને આજે વહેલી સવારે ૭ કલાકે દાંતીવાડા બીએસએફ કેમ્પસ ના 93 બટાલીયનના કમાન્ડન્ટ દલબીરસિંહ અહલાવત અને 109 બટાલીયનના કમાન્ડન્ટ એ.કે.તિવારી અને સીમા સુરક્ષા દળના અન્ય જવાનોએ ગોકુળ યુનિ.થી ફ્લેગ ઓફ કરી હતી જે બાદમાં સિદ્ધપુરના માતૃગયા તીર્થ બિંદુસરોવર ખાતે પહોંચી હતી.જ્યાં સિદ્ધપુર ઔ.સ.બ્રાહ્મણ માતૃગયા તીર્થ ગોર મંડળ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરી પ્રસિદ્ધ બિન્દુસરોવર માં સામુહિક માનસ તર્પણ વિધિ કરાવી હતી.સિદ્ધપુર માતૃગયા તીર્થ ગોર મંડળ વિદ્વાન ભૂદેવો દ્વારા કોરોના મહામારીમાં તેમજ દેશની રક્ષા કાજે શહિદ થયેલ સૈનિકોના આત્માની શાંતિ માટે ૧૦૦ થી વધુ બીએસએફ ના જવાનોએ એક સાથે માતૃગયા તીર્થ બિંદુસરોવરમાં માનસ તર્પણ વિધી કરાવાઈ હતી. આ વિધી બાદ ઉપસ્થિત તમામ લોકોએ આદરપૂર્વક રાષ્ટ્રગીત નું ગાન કર્યું હતું. ત્યારબાદ આ સાઈકલ રેલી ઊંઝા જવા માટે પ્રસ્થાન કર્યું હતું.અત્રે નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરથી નિકળેલી આ સાઈકલ યાત્રા આગામી ૨ જી ઓક્ટોબર,પ.પૂ. મહાત્મા ગાંધીજીના જન્મ દિવસે દાંડી પહોંચશે.જ્યાં સુર સામ્રાગી અનુરાધા પોડંવાલ ની ઉપસ્થિતિમાં રંગારંગ સંગીત કાર્યક્રમ યોજાશે ઉપરાંત કેન્દ્રીય પદાધિકારીઓ અને બીએસએફ ના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં 109 બટાલિયન ના સાઈકલ યાત્રીઓ સહિત રેલી માં જોડાયેલા તમામ ને સન્માનિત કરી રેલીનું સમાપન કરવામાં આવશે એવું સૂત્રો એ જણાવ્યું હતું.

દેશની આઝાદી ના ૭૫ વર્ષ ની ઉજવણી-અમૃત મહોત્સવ અંતર્ગત ફિટ ઇન્ડિયા મુવમેન્ટ વેગ આપવા સીમા સુરક્ષા દળ ની 109 બટાલિયન ના જવાનો સાઈકલ યાત્રા એ નીકળ્યા…

બટાલિયન ના ૮૯ સાઈકલીસ્ટ જવાનો સહિત ૧૧ અધિકારીઓ ૪૯ દિવસ ની યાત્રા માં ૧૯૯૩ કી.મી. ની સફર કરી વિવિધ સ્થળોએ જનજાગૃતિ કેળવશે

109 બટાલિયન ના જવાનો સહિત અધિકારી ઓ યાત્રા દરમિયાન ભારત સરકાર ના ફિટ ઈન્ડિયા મુવમેન્ટ,ન્યુ ઈન્ડિયા ફિટ ઈન્ડિયા,આત્મનિર્ભર ભારત,એક ભારત શ્રેષ્ઠ ભારત,સ્વચ્છ ગામડું હરિયાળું ગામડું જેવા મિશન અંગે જનજાગૃતિ કેળવશે…

દેશભક્તિ સહિત દેશને ઉન્નતિ ના શિખરે પહોંચાડવાની નેમ સાથે નીકળેલા જવાનો નું ઠેર-ઠેર ઉમળકાભેર કરાતું સ્વાગત…રાત્રી રોકાણ ના અનેક સ્થળોએ દેશભક્તિ ગીતો,મનોરંજન સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન પણ કરવામાં આવે છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here