નર્મદા જીલ્લાના કોરોનામા મૃતયુ પામેલા ઇસમોના પરિવારજનોને સરકારની સહાય અપાવવા કોગ્રેસ આગેવાનો મેદાનમા…

રાજપીપળા,(નર્મદા) આરીફ દિવાન :-

દેડિયાપાડા ના પુર્વ ધારાસભ્ય અમરસિંહ વસાવા એ રાજપીપળા ખાતે પ્રદેશ કોંગ્રેસ મંત્રી પ્રફુલ પટેલ સાથે પરામર્શ કરી મૃતકો ની યાદી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે રવાના કરી

નર્મદા જીલ્લાના સાગબારા દેડિયાપાડા તાલુકા માથી 74 ઇસમોટામો કોરોનામા મૃત્યુ પામ્યાની પ્રથમ યાદી હજુ સર્વેની કામગીરી ચાલુ – પુર્વ ધારાસભ્ય અમરસિંહ વસાવા

સમગ્ર વિશ્વ સહિત સમગ્ર દેશમાં કોરોના ની મહામારી એ કાળો કહેર વર્તાવ્યો છે, લાખો લોકો મોતને ભેટ્યા છે ત્યારે અનેક પરિવારો એ પોતાના સ્વજનો ગુમાવતા આર્થિક રીતે પરિવાર કંગાળી ના કગાર ઉપર ઉભા છે ત્યારે કોરોના મા મૃતયુ પામેલ ઇસમો ના ખરા આંકડા પણ છુપાવવામાં આવતાં હોવાનું ચર્ચાસ્પદ બનેલ છે તયારે સુપ્રીમ કોર્ટે કોરોના ની મહામારી ના ભરડામાં હોમાયેલા લોકો ના પરિવાર ને રુપિયા 4 લાખ ની આર્થિક સહાય કરવાનુ સરકાર ને સુચન કરતા કોગ્રેસ ના પુર્વ અધયક્ષ રાહુલ ગાંધી એ અદાલતી કાર્યવાહી ને આવકારી હતી. સરકાર મૃતકો ના પરિજનો ને મદદ કરવાની દિશામાં પહેલ કરતી ન હોય ને પ્રદેશ કોંગ્રેસ સમિતિ ને લોકો ના ધરે ધરે પહોંચી સર્વે હાથ ધરવાની સુચના આપતા નર્મદા જીલ્લા મા પણ કોરોના ની મહામારી મા મૃતયુ પામેલ ઇસમો ના સર્વે હાથ ધરવામાં આવ્યા હતા.

દેડિયાપાડા વિધાનસભાના પુર્વ ધારાસભ્ય અમરસિંહ વસાવા સહિત તેઑના કાર્યકરો એ પ્રદેશ કોંગ્રેસ ના આદેશ થી નર્મદા જીલ્લા ના દેડિયાપાડા તાલુકા અને સાગબારા તાલુકા મા જે લોકો કોરોના ની ઝપેટમાં આવી મોતને ભેટ્યા તેમના ધરે પહોંચી તેમના આધાર કાર્ડ , ફોટો , કોરોના મા મોતને ભેટ્યા ના મેડિકલ રિપોર્ટ મેળવી આજરોજ રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ કોંગ્રેસ મંત્રી પ્રફુલ પટેલ. સાથે પરામર્શ કરીને ભરેલા ફોર્મ પ્રદેશ કોગ્રેસ કાર્યાલય ખાતે રવાના કર્યા હતા. જે પ્રસંગે કોગ્રેસ આગેવાનો દાયમા યાવરખાન સહિત ભાંગાભાઇ વસાવા , વનરાજભાઈ વસાવા, વિપુલભાઈ વસાવા , પહલાદ મરાઠે સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

નર્મદા જીલ્લા ના જાવલી , ચોપડવાવ , અમિયાર ,સાગબારા, પાનખલા , સેલંબા, મોસકુટ, મંડાળા , ઝાંક , સહિતના અનેક ગામો મા રુબરુ કોરોના ની મહામારીમા મોતને ભેટે લા લોકો ના પરિવારજનો ને મળી માજી ધારાસભ્ય અમરસિંહ વસાવા સહિત તેઓની ટીમે સહાનુભુતિ વ્યકત કરી સરકારી સહાય અપાવવાની દિશા મા કામગીરી હાથ ધરી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here