દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન રાજપીપળાની શ્રી એમ આર આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજમાં ગુજરાત સાંસ્કૃતિક વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયુ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ભરૂચ જીલ્લા આદિવાસી સેવા સંધ કેળવણી મંડળ દ્વારા સંચાલિત અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન મહારાજા રાજેન્દ્રસિંહજી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં તારીખ ૨૩ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ કૉલેજ સ્તરે ગુજરાત સાંસ્કૃતિક વકૃત્વ સ્પર્ધાનું આયોજન કૉલેજ પ્રાચાર્ય ડૉ એસ જી માંગરોલા ની અધ્ય્ક્ષતા હેઠળ રાષ્ટ્રીય સેવા યોજના (એન. એસ. એસ.) વિભાગ દ્વારા સફળતાપુર્વક કરવામાં આવ્યું હતુ જેમાં વિધાર્થીઓ એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.

વકૃત્વ સ્પર્ધા માં નિર્ણાયક તરીકે કૉલેજ ના અંગ્રેજી વિભાગ ના અધ્ય્ક્ષ પ્રો. વી પી રાજ અને કેમેસ્ટ્રી વિભાગના પ્રા. ડૉ. મનીષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા . વકૃત્વ સ્પર્ધાના વિષય “સ્વચ્છ સાયબર ભારત”, “ચારિત્ર્ય નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ”, “શીલ સંસ્કૃતિ અને સદાચાર રક્ષા”, “વર્તમાન સમયની અનિવાર્યતા મુલ્ય શિક્ષણ” અને રાષ્ટ્રીય સેવા યોજના “એક ભારત – શ્રેષ્ઠ ભારત” રાખવામા આવ્યા હતા જેમાં કુલ 8 વિધાર્થીઓ એ ભાગ દીધો હતો . વકતૃત્વ સ્પર્ધા મા એફ. વાય. બી. એસ. સી. માંથી સામ્યા સઈદ અહેમદ ખત્રી પ્રથમ સ્થાને રહી બેસ્ટ સ્પિકર ઓફ કૉલેજ ખિતાબ મેળવ્યો હતો . દ્વિતીય ક્રમે એફ. વાય. બી. એસ. સી. માંથી મિતાલીબેન ધર્મેન્દ્રસિંહ ચૌહાણ અને તૃતિય ક્રમે ટી. વાય. બી. એસ. સી. માંથી રમેશભાઈ કાશીરામભાઈ વસાવા એ સ્થાન પ્રાપ્ત કર્યું હતું . નિર્ણાયકો અને કૉલેજ પ્રાચાર્ય એ સ્પર્ધકોને ધ્યાનપૂર્વક સાંભળીને પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું. વધુમાં હવે વિજેતાઓં ઝોન સ્તરે ભાગ લેશે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here