તુવેર, ચણા અને રાયડાના પાકો સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદવામાં આવશે

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

ભારત સરકાર દ્વારા ખરીફ પાક/રવી પાકના વાવેતર પૈકીના તુવેર, ચણા અને રાયડા વર્ષ ૨૦૨૩-૨૪ માટે તુવેર રૂ.૭૦૦૦/-, ચણા રૂ.૫૪૪૦/- અને રાયડા રૂ.૫૬૫૦/- પ્રતિ ક્વિન્ટલના દરે ટેકાના ભાવ જાહેર કરવામાં આવેલ છે. આ પ્રાઈઝ સપોર્ટ સ્કીમ(PSS) મુજબ ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી, છોટાઉદેપુર દ્વારા કેન્દ્ર સરકારના નક્કી થયેલ દરો મુજબ ટેકાના ભાવે ખરીદી તા.૦૫/૦૨/૨૦૨૪થી શરુ કરવામાં આવી છે. જે ખેડૂતો આ ઉત્પાદના વેચાણમાં રસ ધરાવતા હોઈ તેમણે તા.૦૫/૦૨/૨૦૨૪ થી તા.૨૯/૦૨/૨૦૨૪ દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે નોંધણી નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરવાની રહેશે. આથી પાત્રતા ધરાવતા ખેડૂતોને ઈગ્રામ કેન્દ્રોનો સંપર્ક કરવા અનુરોધ છે. જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here