તિલકવાડાના કામસોલી નજીક ખેતર વિસ્તારમાંથી અજાણ્યા ઈસમ કુવાની મોટરના કેબલ ચોરી જતા ચકચાર મચી જવા પામી છે

તિલકવાડા(નર્મદા)
વસીમ મેમણ

તિલકવાડા તાલુકાના ટેકરા કામસોલી ગામ નજીક આવેલા ખેતર વિસ્તારમાંથી ગતરોજ રાત્રિના સમય દરમિયાન કુવાની મોટર માટે વપરાતા કેબલની ચોરી થઇ હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના ટેકરા કામસોલી ગામ નજીક આવેલા સિમ વિસ્તાર ના ખેતર માં થી ગત રોજ રાત્રિના સમય દરમિયાન કુવાની મોટર માં વપરાતા કેબલની ચોરી થઇ હોવાનું જાણવા મળેલ છે તિલકવાડાના રહેવાસી અખ્તરભાઈ ઘોરી અને કામસોલીના રહેવાસી મહેમૂદભાઈ ઘોરી ના ખેતર કામસોલી ટેકરા નજીક સિમ વિસ્તાર માં આવેલ છે તેઓના ખેતરમાંથી ગત રોજ રાત્રીના સમય દરમિયાન અજાણ્યા ઈસમ કુવાની મોટર ના બન્ને ખેતરમાંથી અંદજીત કુલ 50 ફૂટ કેબલ વાયર ચોરી ગયા હોવાનું જાણવા મળેલ છે. હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે ખેડૂતો પાયમાલ થવાની કગાર પર આવી ગયા છે હાલમાં ખેતરમાં ઉભો પાક તૈયાર થવાની કગાર પર છે ત્યારે પાણીની ખાસ જરૂરિયાત હોવાથી ખેડૂતો કૂવામાંથી પાણી લઈને ખેતી કરતા હોય છે આવા સમયમાં કુવાની મોટરમાં વપરાતા મોઘા કેબલની ચોરી થતાં ખેડૂતો ભારે મૂંઝવણમાં મુકાયા છે ત્યારે વહેલામાં વહેલી તકે કેબલ ચોરને પકડીને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ ઉઠવા પામી છે. સદર ઘટનાની જાણ તિલકવાડાં પોલીસ મથકે થતા તિલકવાડાં પોલીસ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચીને તપાસ ચાલુ કરીને અજાણ્યા ઈસમ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે ચારે દિશામાં ચક્રો ગતિમાન કરતા કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here