નર્મદા જીલ્લાના અંતરિયાળ ગામોમાં સરકારના વિકાસના સધળા દાવાઓ પોકળ એસપીરેશનલ ડિસ્ટ્રિક્ટના ઉડતા ધજાગરા

દેડીયાપાડા તાલુકાના શીશાગામનાં રહેવાસીઓ પ્રાથમિક સુવિધાઓથી આજે પણ વંચીત સ્થાનિક તંત્ર નિંદ્રાધિન !!

સ્મશાનમાં બોર કરાયો હેન્ડ પંપ બેસાડવા વર્ષોથી રાહ કોની જોવાઇ રહી છે ?

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

સમગ્ર દેશમાં વિકાસ ના મોડેલ સ્ટેટ તરીકે રજુ કરવામાં આવતા ગુજરાત ના આદિવાસી વિસ્તારોમાં આઝાદીના 74 વર્ષો બાદ પણ આદિવાસીઓ બદલ થી બદતર પ્રાથમિક સુવિધાઓ ના અભાવ સાથે આજે પણ જીવન જીવવા મજબૂર છે, આદિવાસીઓના નામે તમામ રાજકીય પક્ષો પોતાના રોટલા જ શેકી રહ્યા છે ત્યારે ભલેને કેન્દ્ર ની ભાજપા સરકારે નર્મદા જીલ્લાને એસપીરેશનલ ડિસ્ટ્રીકટ જાહેર કરેલ હોય વિકાસ માટે અનેક વિધ સરકારી ગ્રાન્ટો ફાળવવામાં આવેલ હોય છતાંય નબળી નેતાગીરી અને અધિકારીઓની અણઆવડત થી વિકાસ કયાંક ખોવાયેલો જોવા મળી રહ્યો છે.

નર્મદા જીલ્લાના દેડિયાપાડા તાલુકાના શીશા ગામનાં ઉખલા ફળિયાનાં રહેવાસીઓ પ્રાથમિક સુવિધાથી વંચિત છે, જેને લઇને ગ્રામજનો દ્વારા અનેક વાર પંચાયત અને જવાબદાર વિભાગ અને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં સામોટ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા કોઈ વિકાસ લક્ષી કામગીરી હાથ ન ધરાતાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચીત છે.ત્યારે ખરેખર વિકાસ ના દાવાઓ સામે પશ્રો ઉભા થાય એ એટલુંજ વ્યાજબી છે.

કુદરતી સોનદરય ધરાવતા નર્મદા જીલ્લા ના સાગબારા, નાંદોદ, ગરુડૈશવર સહિત દેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટીના ડુંગરોમાં વસતાં અસંખ્ય આદિવાસી ગામડાંઓ ‌છે, જેને આ એકવીસમી સદીમાં પણ અનેક સુવિધાઓ આજ સુધી પ્રદાન થઇ નથી ભલેને કેન્દ્ર સરકારે નર્મદા જીલ્લાને એસપીરેશનલ ડિસ્ટ્રીકટ જાહેર કરેલ હોય વિકાસ માટે અનેક વિધ સરકાર પ્રયાસો હાથ ધરતી હોય પણ આજે પણ રસ્તાઓ,પાણી, વિજળી, મોબાઈલ કનેક્ટીવીટી મળતી નથી એ વાસતવિકતા ને નકારી શકાય નહીં. રોજગારી ના અવસરો પણ નથી, પૂર્વ પટ્ટીનાં લોકો આજે પણ વિકાસની રાહ જોઈ ને બેઠાં છે.

દેડિયાપાડા થી ૪૦ કિ.મી. દૂર સામોટ ગામની ગ્રામ પંચાયતમાં સમાવિષ્ઠ શીશા ગામનું ઉખલા ફળિયું ત્યાંના આદિવાસીઓ સરકારની તમામ યોજનાઓથી વંચિત છે. શીશા ગામનાં મુખ્ય રસ્તા થી ઉખલા ફળિયામાં જવા માટેના રસ્તા ના કોઈ જ ઠેકાણા નથી , આજ દિન સુધી રસતો બનેલ નથીં એકદમ કાચો રસ્તો છે, અને ઉખલા ફળિયા માંથી મુખ્ય રસ્તા પર જવા માટે એક નદી આવે છે, આ નદી પર કોઈ પણ જાતનું નાળું કે પુલ બનાવવામા જ આવેલ નથી. અહીંના લોકો નદી ઓળંગી સામે પાર જવા મજબૂર બને છે ચોમાસા ની સીઝન દરમ્યાન નદીમાં પાણી કે પુર આવતાં લોકો કફોડી હાલત મા મુકાતા હોય છે. શાળાએ જતા વિદ્યાર્થીઓ નદીમાં વધુ પાણી હોવાના કારણે શાળાએ જઈ સકતા નથી, જેના કારણે વિદ્યાર્થીઓનાં અભ્યાસ પર માઠી અસર થતી હોય છે, સરકાર ના ભણસે ગુજરાતના નારા પણ પોકળ અને ભ્રામક સાબિત થઇ રહયા છે.

સ્મશાનનો રસ્તો પણ કાચો હોવાથી ગ્રામજનોને ચોમાસા
દરમિયાન ખુબજ હાલાકી ભોગવવી પડે છે, સ્મશાનમાં પાણીની વ્યવસ્થા માટે બોર કરવામાં આવેલ છે જે ઘણા વર્ષોથી મુકાયો છતાં આજદીન સુધી હેન્ડ પંપ મૂકવામાં આવ્યો નથી !! આ બાબતે અહીંનું સ્થાનિક તંત્ર પણ કુંભકર્ણ ની નિંદ્રામાં હોય તેમ ફળીભૂત થઈ રહયું છે.

સહુનો સાથ સહુનો વિકાસના મંત્ર સાથે આગળ વધતી સરકાર સમાજ ના છેવાડાના માનવી ઓ સુધી વિકાસ ક્યારે પહોચાડશે ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here