તારા નાના ભાઈએ મારી પાણીપુરીની લારીને લાત મારી છે એમ કહીને ત્રણ ઈસમો દ્વારા હુમલો થતાં ફરિયાદ

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ તાલુકાના કસ્બા વિસ્તાર નજીક આવેલા ઓડ ફળિયામાં રહેતા રિયાઝ ખાન મહેબૂબ ખાન પઠાણ દ્વારા કાલોલ પોલીસ મથકે ત્રણ ઈસમો વિરૂધ્ધ મારામારી કરી ધમકી આપી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી જાહેર નામાનો ભંગ કર્યો તે બદલ ફરિયાદ નોંધાવી છે ફરિયાદની વિગતો મુજબ ગત બુધવારના રોજ રીયાઝખાન નોકરીથી છુટી ને ઘરે રાત્રે આઠ વાગ્યે આવેલા ત્યારે ઘરની સામે રહેતા જફર કે જે નું પૂરું નામ ખબર નથી તે તથા સરફરાઝ શબ્બીર પઠાન અને સબીર અજીત પઠાણ ત્રણેવ રહેવાસી કસ્બા વિસ્તાર કાલોલ તેના ઘરે આવેલા અને ગંદી ગાળો બોલી ઉશ્કેરાટ કરી જણાવેલ કે ,”તારો નાનો ભાઈ અલમદાર પઠાણ બપોરના મારી પાણીપુરીની લારી પાસે આવેલો અને લારી ને લાત મારી ને જતો રહેલ તો તમે તેને કેમ કશું કહેતા નથી” એમ કહીને રિયાઝખાન ને ગદડા પાટુ નો મારી નીચે પાડી દઈ સરફરાજે પોતાના હાથમાં લોખંડની ટોમી લઈને રિયાજ ને મારવા જતા રિયાજે બંને હાથેથી પકડી લેતા માથાના આગળના ભાગે વાગેલ બૂમાબૂમ થતા ત્રણેય જણા નાસી ગયેલા જતાં જતા જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા માથામાં વાગતા રિયાઝ ખાન દ્વારા ખાનગી દવાખાનામાં સારવાર કરાવી તેઓને વડોદરા ખાતે રીફર કરતા ૧૦૮ મારફતે વડોદરા દવા સારવાર કરાવી કાલોલ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે જાહેરનામાના ભંગ સહિત મારામારી કરી, ધમકી આપી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here