ડીસા નગરપાલિકા ખાતે આજે સાધારણ સભા યોજાઈ…

ડીસા,(બનાસકાંઠા) જાનવી રામાનંદી :-

ડીસા નગરપાલિકા ખાતે આજે સાધારણ સભા યોજાઈ હતી જે ડીસા નગરપાલિકાના કોમ્યુનિટી હોલમાં નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી અને ઉપ-પ્રમુખ સવિતાબેન હરીયાણીના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી જેમાં સાધારણ સભાની શરૂઆત રાષ્ટ્ર ગીત વંદે માતરમ્ સાથે કરવામાં આવી હતી બાદમાં કોરોના મહામારી દરમિયાન પોતાના પ્રાણ ગુમાવનાર અને દેશની સરહદ પર બલિદાન આપનાર વીર સપૂતો તથા ડીસાના જીવદયા પ્રેમી દિવંગત થયેલા ભરતભાઇ કોઠારી ને શ્રદ્ધા સુમન અર્પણ કરી બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું ત્યારબાદ નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર ના અધ્યક્ષ સ્થાને સાધારણ સભાની શરૂઆત થઈ હતી જેમાં ‌સૌનો સાથ સૌનો વિકાસ, સ્વચ્છ ભારત અભિયાન, શહેરી વિકાસ નિર્માણ યોજના અંતર્ગતના વિકાસ કામો અંગે એજન્ડા મુજબ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં લાઇટ, પાણી,ગટર‌,રોડ રસ્તા પીવાના પાણીની વ્યવસ્થા જેવી પ્રાથમિક જરૂરિયાત શહેરમાં પૂરી પાડવા માટે ભારતીય જનતા પાર્ટી હંમેશા પ્રયત્નશીલ રહી વિકાસ કામો પૂર્ણ કરશે ‌ત્યારે સાધારણ સભામાં ઉપસ્થિત વિપક્ષ અને આમ આદમી પાર્ટીના નગરસેવક દ્વારા કેટલાક એજન્ડા બાબતે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો ત્યારે થોડી ‌તૂ તૂ‌ મેં મેં જોવા મળી હતી શહેરી વિકાસ નિર્માણ યોજના અંતર્ગતના વિકાસ કામો પૈકી શહેરના વસ્તી વધારાના કારણે શહેરમાં વિવિધ વિસ્તારોમાં પડતી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે એજન્ડા માં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here