ડભોઈ નવપદ વિદ્યા સંકુલ ખાતે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું…

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઈ નવપદ સાર્વજનિક વિદ્યાલય ખાતે ગુજરાતી / અંગ્રેજી માધ્યમ ના કે.જી થી લઈ બારમા ધોરણ ના વિધાર્થીઓ દ્વારા છેલ્લા પચ્ચીસ વર્ષો થી નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવે છે.

હાલ આધ્યશકિત જગદંબા ના પાવન પર્વ નવલા નોરતા ચાલી રહયા છે અને ગરબા એ ગુજરાત નું નૃત્ય છે અને ભારતીય સંસ્કૃતિ મુજબ પરંપરાગત રીતે ગુજરાત માં નવરાત્રી ની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત આજરોજ નવપથ વિદ્યાલયના ટ્રસ્ટીગણ, આચાર્યશ્રીઓ અને શિક્ષકોનાના માર્ગદર્શન હેઠળ શાળા ના પટાંગણમાં નવરાત્રી મહોત્સવ નું હર્સો ઉલ્લાસ સાથેઆયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળા માં અભ્યાસ કરતાં બાલભવન ના ભૂલકાઓ તથા ધોરણ ૧ થી ૧૨ ના વિધાર્થી ઓ તેમજ શિક્ષકો અને શિક્ષિકાઓ તથા સ્કૂલના અન્ય સ્ટાફ દ્વારા અવનવા સાંસ્કૃતિક વેશભૂષામાં માં ગરબા ની રમઝટ સાથે ખુબ આનંદ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.તેમજ આ ગરબા ઉત્સવમાં ઉત્તમ વેશભૂષા અને સારુ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવ્યું હતું.
જ્યારે આચાર્ય , શિક્ષકો અને વિધાર્થી ઓ મળી ને કાર્યક્રમ ને ચાર ચાંદ લગાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here