ડભોઈ નગર અને તાલુકાના હજારો મુસ્લિમોએ ઈદ ની નમાઝ અદા કરી

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ શહેર તાલુકામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્ર ઈદની શાનદાર ઉજવણી કરવામાં આવી

ડભોઇ શહેરમાં ઈદની નમાજ અદા કરવા ઇદગાહ મેદાન ખાતે સવારે 8:00 કલાકે 7 થી 8 હજાર મુસ્લિમ બિરાદરો એ સમૂહમાં નમાજ અદા કરી હતી મૌલાના અનવર અશરફી દ્વારા નમાજ અદા કયૉ બાદ મૌલાના જણાવ્યું હતું કે પ્રત્યેક મુસ્લિમ એકબીજાને સમજી પ્રથમ પાડોશી નુ ધ્યાન રાખવા અનુરોધ કર્યો હતો તેઓએ મક્કમતાથી જણાયું હતું કે આપનો પડોશી દુઃખી હોય તો આપને સુખી કેમ રહી શકે ત્યારબાદ મૌલાના એ શહેર તાલુકા અને જિલ્લા અને રાજ્ય દેશ ભરમાં ભાઈચારો અને અમન શાંતિ જળવાઈ દેશ પ્રગતિ કરે તેવી દુવા ગુજારવામાં આવી હતી.
જ્યારે રમજાન માસ દરમિયાન મુસ્લિમ લોકો દ્વારા નમાજ રોજા તરાવીહ ઈબાદત શહેરી ઇફતાર જીકરો અસકાર તસ્બીહાત ના અમલ થયા અલ્લાના ફઝલ અને કર્મથી થયા અને અલ્લાહ તમામના અમલને કબુલ ફરમાવે અને રમઝાનના બદલામાં આપને બધાને જન્નતના મુશતહીક બનાવે અને મોત પર કલમો નસીબ ફરમાવે અલ્લાહ આપની ઈબાદતોને દુવાઓ ને કબુલ કરે તેવી દુવા કરવામાં આવી હતી. સાથે જુમ્મા મસ્જિદ ખાતે મૌલાના હાજી મુસ્તુફા,તળાવપુરા મસ્જિદ માં ગુલામ નબી અશરફી,બિલાલ મસ્જિદ માં સૈયદના સરફુદ્દીન હાસમી કાજીવાડા મસ્જિદ કાજીની મસ્જિદ મદીના મસ્જિદ મૌલાના સઇદ, પાંજણીગરા મસ્જિદ માં હઝરત મહેમુદ મિયાં મિનારા મસ્જિદ ફરાહ મસ્જિદ જનતાનગર ગોસિયા મસ્જિદ,વડવાળી મસ્જિદ ગેબનશહિદ મસ્જિદ ખલ્લી મોહલ્લા મસ્જિદ નવાપુરા મસ્જિદ સોનેશ્વર પાર્ક મસ્જિદ દાયરા મસ્જિદ હજરત આફતાબ આલમતેમજ ડભોઈ તાલુકાના સેગુવાડા સિંધિયા પુરા ભીલાપુર કાયાવરોહણ તેનતલાવ કુંઢેલા ઢોલાર સિતપુર ચનવાડા કનાયડા સહિત વિવિધ મસ્જિદો ખાતે ઈદ ઉલ ફિત્ર ઈદની નમાજ વિવિધ મસ્જિદોમાં 20 હજાર ઉપરાંત મુસ્લિમ બિરાદરો એ મસ્જિદોના પેસ ઇમાંમો મૌલાનાઓ હજરતો દ્વારા ઈદની વાજીબ નમાજ પઢાવવામાં આવી હતી. નમાઝ બાદ એક બીજા ને ગળે મળી પાછલી બધી ભૂલો માફ કરી ઈદની મુબારકબાદી પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here