ડભોઈ અને વાઘોડિયા તાલુકાના કુલ 9.24 કરોડના વિકાસ કાર્યો નું ઈ – લોકાર્પણ અને ખાત મુહર્ત કરાયું

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇના ધારા સભ્ય સૈલેશભાઈ મહેતા( સોટ્ટા) ના વરદ હસ્તે ઈ – લોકાર્પણ સંમપન કરાયું

ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ યોજનાકીય કામગિરી દ્વારા સામાજિક અને આર્થિક પ્રગતિ ઉજાગર કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત વિકાસ નાં કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત વઘોડીયા તાલુકો અને (દર્ભાવતી) ડભોઈ તાલુકા ની વિશ્ર્વાસ થી વિકાસ યાત્રા નો પ્રાંત કક્ષાનો કાર્યકર્મ ડભોઇ સીનોર ચોકડી પટેલ વાડી ખાતે રાખવામાં આવ્યો હતો જેની સરૂઆત ધારા સભ્ય સૈલેશ મહેતા દ્વારા દીપ પ્રગટાવી કરવામાં આવી હતી.જેમાં ડભોઇ તાલુકા માં ૯ .૨૪ કરોડ નાં કામો નું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત પ્રાંત કક્ષાના એક કરોડથી ઓછી રકમના કામો ચેકડેમ,ગટરલાઇન, પાઇપલાઇન, બ્યુટીફીકેશન,નાળા ના કામો,હેડપમ્પ,સ્મશાન,પાણીની ટાંકી, જેવા કામો અર્થે આશરે 3.50 કરોડ તેમજ ડભોઇ તાલુકાના ખાતમુહૂર્ત ના કુલ 132 કામો તેમજ લોકાર્પણ ના કુલ 20 કામો જેની રકમ રૂ.60 લાખ નું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ડભોઇના ધારાસભ્ય શૈલેશ મહેતા, વાઘોડિયા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ,વડોદરા જિલ્લા મહામંત્રી બી જે બહ્મભટ્ટ, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન અશ્વિન ભાઈ વકીલ, જિલ્લા કારોબારી સમિતી ચેરમેન, જિલ્લા આરોગ્ય સમીતી ચેરમેન, ડભોઇ તાલુકા પંચાયત પ્રમુખ, વાઘોડિયા તાલુકા પંચાયત પ્રમુખ, ડભોઇ નગર પાલિકા પ્રમુખ, તથા તમામ હોદેદારો ભાઈઓ બહેનો મોટી સંખ્યામા ઊપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here