ડભોઇ સુંદરકુવા શાળા ખાતે ડભોઇ ભાજપા લઘુમતિ મોરચા દ્વારા નિશુલ્ક તબીબી સારવાર શિબિર યોજાઈ !!

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇની સુંદરકુવા પ્રાથમિક શાળા ખાતે નામાંકીત તબીબો ની સેવાનો નિશુલ્ક મેડીકલ કેમ્પ યોજાયો હતો.જીલ્લા ભાજપા લઘુમતિ મોરચા આયોજીત મેડીકલ તપાસ કેમ્પ મા 400 ઉપરાંત દર્દીઓ ને જુદાજુદા નિષ્ણાંત તબીબો ધ્વારા તપાસ કરી દવા પણ આપવામા આવી હતી.એ સાથે માસ્ક, સેનેટાઇઝર અને સોશ્યલ ડીસ્ટન્સ નુ પણ બરાબર પાલન કરી સફળતા પુર્વક કેમ્પનુ સુંદર આયોજન કરાયુ હતુ.

ડભોઇ ના સુંદરકુવા વિસ્તાર મા આવેલ સુંદરકુવા પ્રાથમિક મિશ્ર શાળા ખાતે વડોદરા જીલ્લા ભાજપા લઘુમતિ મોરચા ના પ્રમુખ એહમદભાઇ શેખ(ચાચા) ના માર્ગદર્શન હેઠળ નિશુલ્ક મેડીકલ કેમ્પ નુ આયોજન કરાયુ હતુ.સવાર ના 10 થી 01 વાગ્ય સુધી યોજાયેલા મેડીકલ કેમ્પ મા વડોદરાના નામાંકીત તબીબો જેમા સાંધા તથા થાપાના નિષ્ણાંત ડૉ.કીશન કે.ઝીંઝુવાડીયા,ચામડીના રોગોના નિષ્ણાંત ડૉ.રીમાબેન બક્ષી,બાળરોગનિષ્ણાંત ડૉ.રચના દુધઇ,હેલીંગ ટચ હોસ્પિટલ ના એમ.ડી. ડૉ.અનિલ પટેલ તેમજ ડૉ.અનિકેત પટેલ અને ડૉ.નાજનીન મનસુરી એ વિનામુલ્યે નિશુલ્ક કેમ્પ મા સેવા આપી ડભોઇ નગરજનો મા પ્રસંશાપાત્ર બનવા પામ્યા હતા.મેડીકલ કેમ્પની મુલાકાતે વડોદરાજીલ્લા મહામંત્રી ડૉ.બી.જે.બ્રહ્મભટ્ટ,મંત્રી ડૉ.મહેંદ્ર્ભાઇ પટેલ,વડોદરા જીલ્લા કેળવણી મંડળ ના પ્રમુખ અને ભાજપા અગ્રણી શશીકાંતભાઇ પટેલ,મહામંત્રી અમિતભાઇ સોલંકી સહીત ના અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here