ડભોઇ : મૃતક હોમગાર્ડના પરિવારને ધારાસભ્યના હસ્તે 1,55,000 નો ચેક અર્પણ કરાયો…

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ હોમગાર્ડઝ કચેરી ખાતે તારીખ 19/02/2023 ને રવિવાર ના રોજ બપોરે 3 વાગે સ્વ શ્રી કિશોર નાઈ હોમગાર્ડ સભ્ય ના મરણોઉત્તર સહાય ચેક વિતરણ નો કાર્યક્રમ રાખેલ હતો જેમાં જિલ્લા કમાન્ડન્ટ શ્રી તથા ડભોઇ ના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા ના વરદ હસ્તે રૂપિયા એક લાખ ૫૫ હજારનો ચેક તેઓની ધર્મ પત્ની દીપિકાબેન ને અર્પણ કરવામાં આવ્યો હતો.
હોમગાર્ડઝ દળ માં ડભોઇ યુનિટ ખાતે સન 2017 માં કિશોરભાઈ શાંતિલાલ નાઈ ભરતી થયા હતા તેઓએ આશરે પાંચ વર્ષ જેટલી સેવા હોમગાર્ડમાં આપેલી તેઓનું રોડ અકસ્માતમાં આકસ્મિત અવસાન પામેલું જેથી હોમગાર્ડઝદળમાં ગુજરાત રાજ્ય વેલ્ફર ફંડમાંથી તેઓના પરિવારને મરણોત્તર સહાય પેટે ₹1.5 લાખ તથા મરણોત્તર ક્રિયા ભઠ્ઠા પેટે રૂપિયા 5000 હજાર એમ કુલ 1 લાખ 55 હજાર રૂપિયા તેઓના વારસદાર ધર્મપત્ની દીપિકાબેન કિશોરભાઈ નાઇ ને ધારાસભ્ય શ્રી શૈલેષ ભાઈ મહેતા ના વરદ હસ્તે તેઓને સહાય પેટે ચેક આપવામાં આવ્યો હતો.
આ ક્રાયકર્મ માં વડોદરા જિલ્લા કમાન્ડન્ટ ગૌરાંગભાઈ જોશી તથા પરીમલ પટેલ ઓફિસર કમાન્ડિંગ ડભોઇ અને હોમગાર્ડ જવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here