ડભોઇ મહેદવીયા સ્કૂલ ખાતે આચાર્ય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

મહેદવીયા તાલીમી સોસાયટી સંચાલિત મહેદવીયા સાર્વજનિક હાઇસ્કુલ માં છેલ્લા 16 વર્ષથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા એમજી મન્સૂરી આજરોજ ફરજમુકત થતા મહેદવીયા સ્કૂલના સંચાલક ટ્રસ્ટ દ્વારા વિદાય સમારંભનું આયોજન કરાયું હતું સાથે આ કાર્યક્રમ ની શરૂઆત જાતે આચાર્ય એમ.જી મન્સૂરીએ કુરાન શરીફનું પઠણ સાથે કર્યું હતું.
મહેદવીયા સ્કૂલ સંચાલક ટ્રસ્ટીગણના પ્રમુખ ઈબ્રાહીમભાઇ મહોડા વાળાએ નિવૃત્ત આચાર્યને સાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી તેઓનું સન્માન કર્યું હતું સાથે ટ્રસ્ટીગણના સેક્રેટરી સબ્બીરભાઈ દૂરવેસ વાળા એ પણ આચાર્ય મન્સૂરીનું પુષ્પગુચ્છ આપી તેઓએ આપેલ સેવાઓ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી સાથે તમામ ટ્રસ્ટીગણ હદેદારોએ અને સ્કૂલના સ્ટાફે નિવૃત્ત થતા આચાર્ય નું મોઢું મીઠું કરાવી પુષ્પગુચ્છ અર્પણ કરી તેઓનું વય નિવૃત્તિ પછીનું જીવન ખૂબ સરસ રહે તંદુરસ્ત રહે તેઓની વય માં વૃદ્ધિ થાય અને તેઓનું આવનાર જીવન સુખમય નિવડે તેમજ સમાજમાં તેઓ પ્રતિઉત્તર નામના મેળવે તેવી અલ્લાતાલાને ભગવાનને પ્રાર્થના કરી હતી. આચાર્ય એમ.જી મન્સૂરીએ તેમના જીવનના 16 વર્ષ જે આ સ્કૂલને આપ્યા અને તેઓએ સ્કૂલમાં નિષ્ઠાપૂર્વક જવાબદારી સાથે ઈમાનદારી પૂર્વક જે સેવાઓ આપી છે અને સ્કૂલને જે સિંહ ફાળો આપ્યો તે બદલ તમામ ટ્રસ્ટીગણ દ્વારા આભાર વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
જ્યારે આચાર્ય એમજી મન્સૂરે પણ પોતાના સ્મરણો વાગોળતા કહ્યું હતું કે હું 19 વર્ષ ભીલડીયા ખાતે પણ વિનય વિદ્યામંદિર માં ફરજ બજાવી હતી અને પછી હાલમાં ૧૬ વર્ષ મેદાવ્યા સ્કૂલ ખાતે પણ ફરજ બજાવી છે જેમાં બંને સ્કૂલોમાં સારો સાથ સહકાર અને સન્માન મળ્યો છે અને એને હું બિરદાવું છું. સાથે જણાવ્યું હતું કે સ્કૂલના સંચાલકો અને ટ્રસ્ટી મંડળ દ્વારા જે મને સાથ સહકાર મળ્યો છે અને આજે મારી નિવૃત્તિ વેળા મને જે સન્માન અને આદર આપ્યો છે તે બદલ તમામનું હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરી જ્યારે પણ સ્કૂલને મારી જરૂર પડશે હું ખડે પગે ઉભો રહીશ અને સ્કૂલના સંચાલક ટ્રસ્ટ દ્વારા જે કંઈ પણ મને આપવામાં આવ્યું છે તે બદલ તમામ સંચાલક મંડળનું રડતા હૃદય આભાર વ્યક્ત કરું છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here