ડભોઇ નજીક વતન જતા યુવકનું અકસ્માતે મોત

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ બોડેલી રોડ ઉપર બની હિટ એન્ડ રનની ઘટના પૂર ઝડપે ચાલતા ડમ્પર ચાલકે બોડેલી તરફ જતા બાઇક સવારોને અડફેટે લેતા બંને બાઇક સવાર રોડ ઉપર ફંગોડાયા હતા જેમાં બાઇલ ચાલકનું ઘટના સ્થળે જ માથાના ભાગે ગંભીર ઇજા થતાં મોત નીપજ્યું હતું તો અન્ય યુવકને નાની મોટી ઇજા થતાં સારવાર હેઠળ ખસેડાયો હતો ડમ્પર ચાલક બાઇક ને ટક્કર મારી ભાગી છૂટ્યો હતો પોલીસે ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ડભોઇ બોડેલી રોડ ઉપર પુર ઝડપે દોડતા હાઈવા અને ડમ્પર પર નિયંત્રણ લાવાની જરૂર છે અવાર નવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહી હોય તેવાં કપુરાઈ ચોકડી નજીક મજૂરી અર્થે ગયેલ બે યુવકો પરત વતન જઇ રહ્યા હતા તે અરસામાં દરૂલ ઊલમ નજીક બંને બાઇક સવારોને પૂર ઝડપે આવતા અજાણ્યા ડમ્પર ચાલકે ટક્કર મારતા બંને યુવાનો રોડ ઉપર ગંભીર રીતે ફંગોડાયા હતા જેમાં બાઇક ચાલક સચિન અતુલભાઈ રાઠવા નાઓનું માથાના ભાગે ગંભીર ઇજા થતાં સ્થળ ઉપર જ કમકમાટી ભર્યુંમોત નીપજ્યું હતું.જ્યારે પાછળ બેસેલ મયુર અતુલભાઈ રાઠવા નાઓને ઇજા થતાં 108ની મદદથી રેફરલ હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડાયો હતો સમગ્ર બનાવમાં બાઇક સવારોને ટક્કર મારનાર ડમ્પર ચાલક ભાગી છૂટ્યો હતો પોલીસ દ્વારા મૃતક યુવકની પી.એમ. કાર્યવાહી હાથ ધરી ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here