ડભોઇ તાલુકાની આંગણવાડી કર્મચારી સંગઠનની બહેનોએ માનદવેતન વધારા સહિતના પ્રશ્નોને લઈ હડતાલ પાડી વહીવટી તંત્રને રજૂઆત કરી…

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ગુજરાતની એક લાખ આંગણવાડી વર્કર હેલ્પરના માનદવેતન વધારા સહિતના પ્રશ્નોને લઈ હડતાલ પાડી વહીવટી તંત્રને રજૂઆત કરાઈ.

ગુજરાતની એક લાખ જેટલી આંગણવાડી વર્કર હેલ્પર બહેનો ગુજરાત સરકારની તમામ યોજનાઓને ગ્રામ્ય સ્તર સુધી અમલમાં મૂકવા માટે સતત કામગીરી બજાવે છે તો રાજ્ય સરકાર અન્ય કર્મચારીઓના પડતર પ્રશ્નોનોનું ઉકેલ લાવી રહી છે ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ તળે કામ કરતી બહેનોના લાંબા સમયથી પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા પ્રશ્નો અને માંગણીઓ વિગતવાર રીતે મંત્રી કક્ષાએ તથા સચિવ કક્ષાએ રજૂ કરવામાં આવી છે પરંતુ તે બાબતે કોઈ ઉકેલ ન આવતા આજરોજ ડભોઇ તાલુકાની આંગણવાડી વર્કર બહેનોએ ડભોઈ સરદાર બાગ ખાતે એકત્રિત થઈ સરકાર સામે નારેબાજી કરી પોતાની માંગણીઓ પૂરી ન થતા રોષ ઠાલવી ચૂંટણી બહિષ્કાર ની ચીમકી ઉચ્ચારી ઉગ્ર પ્રદર્શન કર્યું હતું.

જેમાં ડભોઇ આંગણવાડી કર્મચારી યુનિયનના પ્રમુખ વસુબેન અશ્વિનભાઈ પટેલ, મંત્રી કીર્તિબેન શાહ,ચંપા બેન સંગીતાબેન ઠાકર, સોની પાયલબેન એચ, પંચોલી ગીતાબેન, જાગૃતીબેન સુક્લ, તેમજ અન્ય કર્મચારી મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ હસુબેને સરકાર શ્રી દ્વારા અપાયેલા નબળી કક્ષાના ફોન વારંવાર ખોટકાઈ જતા ૧૫૦૦થી ૨૦૦૦ રૂપિયાનો સ્વજાતે ખર્ચ કરવો પડતો હોય વર્કર બહેનો ને પોષાતું ન હોય સરકાર શ્રી મોબાઇલ રીપેરીંગ નો ખર્ચ આપે તેમજ લાભાર્થી ની તમામ માહિતી અને રોજિંદી કામગીરી મોબાઇલમાં તથા રજીસ્ટરમાં કરવાની હોય મુશ્કેલી ઉભી થતા 2019 માં આપેલ મોબાઇલ ચાલતા ના હોય નવા સ્માર્ટફોન આપવા વર્કરને મળતા રૂપિયા 7800 માં વધારો કરી 12000 કરવા ગ્રેજ્યુટી ની રકમ તાકીદે ચૂકવવામાં આવે પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની યોજના લાગુ કરાવાય કુપોષિત માતાના આહાર માટે ફાળવણી ની રકમમાં મોંઘવારી પ્રમાણે વધારો કરે જિલ્લા અને તાલુકા ફેરબદલીની તક મળે એવી વિવિધ માંગણીઓ તથા બીજા અન્ય પડતર પ્રશ્નોને લઇ ડભોઇ આંગણવાડી કર્મચારી બહેનો દ્વારા ડભોઇ તાલુકા પંચાયત ખાતે સંબધિત અધિકારી સમક્ષ પોતાની લાગણી અને માંગણી કરી લેખિત રજૂઆત કરાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here