ડભોઇ તાલુકાના તરસાણા ગામે આવેલ પૌરાણિક ગેબનશાહ પીર દરગાહ પર ઉર્સ પ્રસંગે દર્શનાર્થીઓ ઉમટ્યા

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઈ તાલુકાના તરસાણા ગામે આવેલ પૌરાણિક ગેબનશાહ પીર દરગાહના ઉર્સ પ્રસંગે હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ આસ્થાથી માથું ટેકવી પીર વલી ગેબનશા પીર દરગાહના દર્શનાર્થે હાજરી આપી હતી. લોકો ગેબનશા પીર દરગાહે પોતાના દુ:ખદર્દોની માનતા લેતા હોય દરગાહ ના ઉર્સ માં રાજ પીપલા ના ખલીફા એ શૈખુલ ઈસ્લામ સૈયદ સુબહાની મીયાં ના હસ્તે સંદલ ફાતિહા ખાની કરી કોમી એકતા જળવાઈ રહે અને કૉરૉના ની મહામારી નેસ્ત નાબુદ થાય તેવી દુઆ ગુજારવામાં આવી હતી .જ્યારે અકિદત મંદોએ સરકારી ગાઈડ લાઈનના પાલન સાથે હાજરી આપી હતી. ગૈબનશા પીર દરગાહ પર દુરદુરથી શ્રદ્ધાળુઓ દરગાહના દર્શનાર્થે આવી ઉર્સ માં પોતાની મનોકામનાઓ પરિપૂર્ણ કરવા સાથે જાતને ધન્ય બનાવે છે.
તરસાણા ની પૌરાણિક ગેબનશા પીર દરગાહના ઉર્સ પ્રસંગે . જેમાં દરગાહ પર દર્શનાર્થે આવતા હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે
ગૈબનશાહ પીર દરગાહ પર આવતા જરૂરતમંદ, દીન દુખિયાઓ શ્રદ્ધા અને આસ્થા સાથે ધંધા રોજગારથી પડી ભાંગેલાઓ પોતાની માનતા લઈ આવતા હોય અકીદતમંદો ની માનતા પરીપૂર્ણ થતી હોય તેઓ દરગાહના ઉર્સમાં ખાસ સામેલ થઈ વલી ગૈબનશા પીર દરગાહના દર્શન કરી આસ્થા સાથે માથું ટેકવી પીરની દુઆઓના સદકે દુઃખ દર્દો દુર થતા આનંદ વિભોર થઇ હૃદય પૂર્વક આભાર માની માનતાં પૂર્ણ કરતા હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here