ડભોઇ તાલુકાના છત્રાલ ગામમાં પાણીને લઈ પાણી બતાવવા ગ્રામ જનો તૈયાર…

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ તાલુકાના છત્રાલ ગામ ના રબારી ફળીયા અને ગોહિલ ફળીયા માં છેલ્લા એક વર્ષ થી પાણી ની હાડમારી ભોગવી રહયાં છે છત્રાલ ના તલાટી નો ફોન ચાલુ રહે તેના કરતાં બંધ વધારે રહે છે અને જો ફોન પર સંપર્ક થાય અને પાણી રજૂઆત થાય એટલે ફોન બંધ થઈ જાય એવું ગ્રામ જનો નું કહેવું છે
આધાર ભૂત સુત્રો માંથી જાણવા મળ્યાં મુજબ સરકાર દ્વારા નલ સે જલ યોજના થકી ધેર ધેર પાણી પહોચાડી રહી છે અને ગૃહિણીઓ પાણી ની સુવિધા નો આનંદ લઈ રહયા છે જયારે છત્રાલ ના રબારી ફળીયા માં અને ગોહિલ ફળીયા માં છેલ્લા એક વર્ષ થી નલ સે જલ અને વોટર વર્કસ નું પાણી પણ મળતું નથી સરપંચ અને તલાટી ને મૌખિક અને લેખીત રજુઆતો કરવા છતાંય સમસ્યા નું નિરાકરણ આવતું ન હોવાને લઈ ગ્રામ જનો તાલુકા વિકાસ અધિકારી અને ધારાસભ્ય ને પણ રજૂઆત કરી છે ધારાસભ્ય એ સમસ્યા ના સમાધાન માટે આશ્વાસન આપેલ જયારે તાલુકા વિકાસ અધિકારી એ પાણી પુરવઠા માં રજૂઆત કરવા ખો આપવામાં આવતા ગ્રામ જનો રોષે ભરાયા છે કહે છે કે છત્રાલ માં પાણી ની લાઈન જમીન પર લાગે તે પહેલાં કાગળ પર ઉડી ગયા ની ચર્ચા છત્રાલ માં ચર્ચા ના એરણે છે જાણવા મળ્યાં મુજબ છત્રાલ ની પાણી ની સમસ્યા નું નિરાકરણ નહીં આવે તો પાણી ને લઈ ગૃહ યુધ્ધ જેવી સ્થિતિ નું નિર્માણ થાય એવી શક્યતા નકારી શકાય નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here