સીબી ગર્લ સ્કૂલ ખાતે પીવાના પાણીની પરબ,વોટર કુલર અને આર ઓની સુવિધાનો આરંભ કરાયો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત શ્રીમતી સી બી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પાણીની પરબમાં વિદ્યાર્થીનીઓ શુદ્ધ અને ઠંડુ પાણી પી શકે તેવા ઉમદા હેતુથી આરો તેમજ વોટર કુલર ની સુવિધા શરૂ કરવામાં આવી છે મંડળના પ્રમુખ પ્રકાશભાઈ ગાંધીના હસ્તે નવું વોટર કુલર આરો સિસ્ટમ સહિતનું વિદ્યાર્થીનીઓ માટે આજરોજ ખુલ્લું કરવામાં આવ્યું મંડળના ઉપપ્રમુખ યોગેશભાઈ તેમજ ટ્રેઝરર મનોજભાઈ ,મંત્રી વિમલભાઈ તેમજ ઇન્ચાર્જ આચાર્ય નારણભાઈ સમગ્ર સ્ટાફ સહિત હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here