ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામે કાયાવરોહણ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ પદે નિરવ પટેલ બિનહરીફ ચૂંટાયા

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ તાલુકાના ગામોમાં સૌથી મોટું ગામ કાયાવરોહણ અને ગ્રામ પંચાયતો માં કાયાવરોહણ ગ્રામ પંચાયત પણ મોટી છંટાઈ આવે છે તેમજ સાક્ષાત લકુલીશ ભગવાન બિરાજમાન હોય એવા કાયાવરોહણ ગામ જેમાં ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ ની વરણી કરવામાં આવી જેમાં ડેપ્યુટી સરપંચ તરીકે નીરવ પટેલની બિનહરીફ વરણી કરાતા સમગ્ર પંચાયત પંથકમાં હર્ષની લાગણી અને ખુશીની લહેર છવાઈ જવા પામી હતી.
કાયાવરોહણ ગામમાં ગામને લગતી કે ગ્રામીણો ને લગતી કોઈપણ નાની કે મોટી સમસ્યા હોય સાથે સેક્ષણીક સેત્રે કે કુર્શી સેત્રે ની સમસ્યાઓ અને ત્યાં સુધી કે કુટુંબીક સમસ્યાઓમાં પણ નિરવભાઈએ રસ દાખવી તરત જ એ મુશ્કેલીઓ દૂર કરી છે.
ઉલેખનિય છે કે તેમને ચૂંટણી દરમિયાન વોર્ડ માં આપેલા વચનો પણ પરિપૂર્ણ કરતા આવ્યા છે.અને આગળ પણ પોતાના વચનો અને ગામની સમૃદ્ધિ અને વિકાસ પંથે લઇજવા તત્પર પ્રયાસો કરવા અડગ રહેશે.
જ્યારે આવા સાલસ સ્વભાવી અને સેવભાવી નીરવભાઈ પટેલની બિન હરીફ વરણી થતાં સમગ્ર પંચાયતમાં કર્મચારી અને સભ્યોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here