પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં સરકારના નીતિનિયમોને નેવે મૂકીને ધમધમી રહ્યા છે ઈંટોના ભઠ્ઠાઓ..!!

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ જિલ્લા ના શહેરા તાલુકા ના નગરપાલિકા વિસ્તાર માં અને અનેક ગ્રામ પંચાયતમાં સમાવેશ ગામ ની સીમ વિસ્તારમાં આવેલ ખુલ્લા ખેતરોમાં ગેરકાયદેસરના ઈંટોના ભઠ્ઠાઓ શરૂ કરી દેવામાં આવ્યા છે. વર્ષોથી શહેરા નગરપાલિકા વિસ્તાર અને ગ્રામ પંચાયતો માં સમાવેશ ગામ ની સીમ માં શિયાળો શરૂ થતાની સાથે જ ગેરકાયદે ઈંટ ના ભઠ્ઠા ચાલુકરતા હોય છે. જે આઠ મહિના સુધી ચાલુ રાખવામાં આવતા હોય છે. શહેરા તાલુકાની ગામ ની સીમમાં વિસ્તારમાં ગેરકાયદેસર ઈંટોના બઠ્ઠાઓ બંધ કરવા સ્થાનિક તંત્ર નિષ્ફળ રહ્યું છે.ગેરકાયદે ધમધમતા ઈંટોના ભઠ્ઠાના લીધે વાતાવરણમાં ભારે પ્રદુષણ થઈ રહ્યું છે.અને ખાસ તો નગરપાલિકા વિસ્તાર માં ના-ના ના-ના બાળકો જયા ભણતા હોય તે વાઘજીપુર જતા રસ્તા માં જે પટિયા, ઢાંકલીયા, સ્કૂલ ની આજુબાજુ માં જ ઈંટો ના ભઠ્ઠા આવેલા છે.ગત વર્ષે પણ પંચમહાલ જિલ્લા ના શહેરા તાલુકા ના અનેક ગામની સીમ માં વિસ્તાર માં ઈંટો ના ભઠ્ઠા ના માલિકોએ કોઈની બીક વગર સરકાર ના નિયમોને નેવે મૂકીને ઈંટો ના ભઠ્ઠાઓ ચલાવ્યા હતા. ફરી આ વર્ષે પણ શિયાળાની શરૂઆત થતા ઈંટો ના ભઠ્ઠાના માલિકોએ પોતાના ડેરા તંબુ નાખીને ઈંટોના ભઠ્ઠાઓ ની શરૂઆત કરી હતી.
પંચમહાલ જિલ્લા ના અનેક તાલુકાના ગામની સીમ વિસ્તારમા ગે૨કાયદેસ૨ ઈંટો ના ભઠ્ઠાઓ ચાલવાનારા માલિકોએ ગયા વર્ષે ગુજરાત પ્રદુષણ્ નિયંત્રણ બોર્ડ દ્વારા જાહેરાત કરેલ માર્ગદર્શિકાનું પણ “ ઐસી કે તૈસી ” કરી રહ્યા છે. જ્યારે પંચમહાલ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા પણ મંજૂરી વગર કોઈ પણ ઈંટ ના ભઠ્ઠાઓ સ્થાપિત કે ચલાવી શકશે નહી , જેવી જાહેરાત પણ કરી હતી . તેમ છતાં આ પંચમહાલ જિલ્લા ના અનેક તાલુકા ના ગામની સીમ વિસ્તારમા ઈંટો ના ભઠ્ઠાના માલિકો દ્વારા વગર પરવાનગીએ ઘણા ખરા ઈંટોના ભઠ્ઠાઓ ચાલુ રાખ્યા હતા.અને આ વર્ષે પણ શિયાળાની શરૂઆત થતા જ ઈંટો ના ભઠ્ઠાના માલિકોએ ભટ્ટાની શરૂઆત કરી દીધી હતી. અને અત્યારે પણ ઈંટો ના ભઠ્ઠાઓ ધમધમી રહ્યા છે.સ્થાનિક તંત્ર દ્વારા ગેરકાયદે ઈંટો ના ભઠ્ઠા સ્થાપિત કરનાર માલિકો સામે કાર્યવાહી કરશે કે નહી તે તો આવનાર સમયમાં બહાર આવે તેમ છે . આ પંચમહાલ જિલ્લા ના શહેરા તાલુકા માં ઈંટો ના ભઠ્ઠા ના માલિકો અહીં ગેરકાયદેસ૨ ઈંટનું ઉત્પાદન કરીને પ્રદૂષણ ફેલાવી રહ્યાં છે. તો વળી ઘણા માથાભારે ઈંટો ના ભઠ્ઠા ના માલિકો પોતાની ઉપર સુધીની લાગવગના કારણે સ્થાનિક ને બાનમાં લઈ રહ્યાં છે.અહીંયા ભઠ્ઠી માટે કોઈપણ પ્રકારની મંજુરી લીધા વિના કાયદેસ૨ ના ધારાધોરણનું ઉલ્લંઘન કરી ખેતીલાયક ફળદ્રુપ જમીનનું ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવી રહ્યું છે . છતાં પણ તંત્ર જાણે આંખ આડા કાન કરતું હોય તેવું લાગી રહ્યું છે…!

વધુ માહિતી ઈંટો ના ભઠ્ઠાઓ ની આવનાર દિવસો માં વાંચતા રહો અમારા સમાચાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here