જુનાગઢ જિલ્લાના માળીયા હાટીનાના અમરાપુર ગામે વીજ તંત્રનીધોર બેદરકારી સામે આવી વીજ તંત્રને કામ કરવાનું હોય તે ખેડૂતોએ જાતે કરવું પડ્યું

જુનસગઢ, મયુર કૉદાવલા :-

પ્રાપ્ત વિગતો મુજબ માળીયાહાટીના ના અમરાપુર ગામે વૃજમી ડેમ વિસ્તારમાં આવેલ ખેડૂતોને વિજ તંત્રના પાપે તંત્ર ને કામ કરવાનું હોય તે કામ અમરાપુરના સરપંચ ભૂલું ભાઈ સોલંકી ની આગેવાની નીચે ખેડૂતો એ જાતે કામ કરવું પડ્યું
આ અંગે ખેડૂતો વતી સરપંચ ભલું ભાઈ સોલંકી ના જણાવ્યા અનુસાર હાલ વરસાદ ખેંચાતા વૃજમી ડેમ વિસ્તારમાં આવેલ ખેડૂતોને પોતાના પાકને બચાવવા માટે વીજ પુરવઠાની જરૂર પડતા ખેડૂતોએ વિજ તંત્રને રજૂઆત કરી વીજ પુરવઠો ચાલુ કરવાનું કહેતા વીજ તંત્ર ના અધિકારીઓએ વૃજમી ડેમનું પાણી ભરવાના કારણે ત્યાં વીજ લાઈન ની કોઈ કામગીરી થઈ શકે તેમ નથી તેવું જણાવી દેતા ખેડૂતોએ સરપંચ ભલું ભાઈ ને સાથે રાખી જાનના જોખમે ગળા ડુબ પાણીમાં ઊતરી અને વિજલાઈન નું સમારકામ કરી જાતે વીજ પુરવઠો ચાલુ કરાવેલ ત્યારે વિજ તંત્ર દ્વારા વીજ પુરવઠો ચાલુ કરવાનું કામ તંત્ર ને કરવાનું હોય એ ન કરતા ખેડૂતોએ જાતે કરેલ આ બાબતે ખેડૂતોએ વિજ ત્રંત ને લેખિતમાં પહેલા પણ રજૂઆત કરેલી હોય છતાં તંત્રના બહેરા કાને ખેડૂતોનો અવાજ સંભળાયો ન હોય ત્યારે ખેડૂતો જાન ના જોખમે પોતાના પાકને બચાવવા કામગીરી કરી રહ્યા છે તે વિજ તંત્ર માટે શરમ જનક ઘટના ગણી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here