કોવિડ વેક્સિનેશનના બીજા તબક્કામાં તિલકવાડાં ખાતે 75 શિક્ષકોને કોવિડ વેકસીન આપવામાં આવી

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

તિલકવાડા આરોગ્ય કેન્દ્ર ના ડો.આર.જે.રંજન ના માર્ગદર્શન મુજબ અને ડૉ કલ્પેશ રાઠવા ની નિગરની માં કોવિડ 19 રસી ના બીજા તબક્કાના દસમા દિવસે 75 શિક્ષકોને કોવિડ વેકસીનેસન હેઠળ આવરી લેવામાં આવ્યા છે જેમાં તિલકવાડા તાલુકામાં સેવા આપી રહેલા શિક્ષકો નો સમાવેશ થાય છે.

હાલમાં ભારતીય બનાવટ ની કોરોના વાઇરસ ની વેકસીન ભારતમાં આવી ગઈ છે ત્યારે પ્રથમ કોરોના વાઇરસ ની વેકસીન આરોગ્ય કર્મચારીઓને આપવામાં આવી હતી ત્યારે બાદ દેશ ની સુરક્ષા માંટે અડગ રહેતા પોલીસ જવાનો ને પણ વેકસીન આપવામાં આવી છે હવે ત્યાર બાદ તિલકવાડાં તાલુકામાં સેવા આપી રહેલા શિક્ષકોને આ રસી હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

જે અન્વયે બીજા તબક્કાના કરાયેલા કોવિડ વેકસીનેસન માં તિલકવાડા તાલુકામાં સેવા આપી રહેલા 75 જેટલા શિક્ષક કર્મચારીઓ એ આજે તિલકવાડા નગર ની સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે કોવિડ 19 વેકસીન નો પ્રથમ ડોઝ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here