જિલ્લા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ, તા.૨૬/૦૫/૨૦૨૨ સમય : ૧૧.૦૦ કલાકે કલેકટર કચેરી ખાતે યોજાશે

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

‘સભા ખંડ” પંચમહાલ ગોધરા

આથી પંચમહાલ જિલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે જિલ્લા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૬/૦૫/૨૦૨૨ ને ચોથા ગુરૂવારના રોજ સવારના ૧૧. કલાકથી પૂર્ણ ન થાય ત્યાં સુધી યોજવામાં આવનાર છે.સંબધ કર્તા નાગરિકોએ તેઓના (સેવાકીય કોર્ટ મેટર,રહેમરાહે નોકરી પેન્શન સિવાચના પ્રશ્ન લેખિતમાં તા.૧૩/૦૫ સુર સુધીમાં રૂબરૂ અથવા ટપાલ ધ્વારા રજુ કરવાના રહેશે.અરજી ઉપર જિલ્લા સ્વાગ ફરીયાદ નિવારણ કાર્યક્રમ ના મથાળા હેઠળ એવું સ્પષ્ટદર્શાવવાનું રહેશે.તા.૧૩/૦૫/૦રર સુધીમાં મળેલ અરજીઓનો જ ચાલુ માસમાં સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે આ કાર્યક્રમમાં કેવા પ્રકારની અરજીઓ સ્વીકારવામાં આવશે તેની સ્પષ્ટતા નીચે મુજબ છે.

લાંબા સમયના જ પડતર પ્રશ્નો અંગે જ અરજી કરવાની રહેશે જિલ્લા સ્વાગતમાં અરજી કરતાં પહેલા કોઈ પણ અરજદારે સૌપ્રથમ નાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં ત્યારબાદ જે કચેરીનો પ્રશ્નોઈ ત્યાં અરજી કરેલ હોવી જોઈએ અને તે અનિર્ણિત હોઈ જિલ્લા કક્ષાનો પ્રશ્ન હોય તો જિલ્લાના જવાબદાર અધિકારીશ્રીને કરેલ રજુઆતની નકલ સહ અરજી કરવાની રહેશે આ કાર્યક્રમમાં રજુ થતા પ્રશ્નોનો જિલ્લા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવી જ તે જ કોર્ટ મેટર થયેલ ન હોઈ તેવા પ્રશ્નો હોવા જોઈએ આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ પોતાના પ્રશ્નના જ આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે,કોઈ વીલ કે અન્ય વ્યક્તિ દ્વારા રજુઆત કરાવી શકાશે નહિ આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિયને લગતી રજુઆત કરી શકશે સામૂહિક રજુઆતો કરી શકશે નહિ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here