વાંકાનેર ટોલ પ્લાઝા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત મહિલા કર્મીઓનું સન્માન કરાયું

વાંકાનેર, (મોરબી) આરીફ દીવાન :-

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિવિધ મહિલા મંડળ તેમજ સંસ્થાઓ દ્વારા મહિલા ના હિત હક અધિકાર અંતર્ગત મહિલા જાગૃતિ અભિયાન ભાગરૂપે 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ હોય વિવિધ શહેર જિલ્લાઓ સહિત વાંકાનેર નજીક વઘાસીયા ટોલ પ્લાઝા ખાતે‌ કાર્ય કરતા મહિલા કર્મચારીઓને પણ આજના આધુનિક યોગને ધ્યાને રાખી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ખાનગી નોકરી કરે છે જેમને વાકાનેર નજીક આવેલ વઘાસિયા ટોલ પ્લાઝા પર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા કર્મચારીઓના સન્માન સ્વરૂપે કાર્યક્રમ યોજાયો હતો તમામ મહિલાઓને સન્માન કરી ભેટ આપવામાં આવી હતી જે કાર્યક્રમ અંતર્ગત મહિલાઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે સર્વે કર્મચારીઓએ કાર્યક્રમના સફળ બનાવવા સારી એવી જેમ ઉઠાવી હતી જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here