નર્મદા જિલ્લામાં ક્ન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં આવેલ ધાર્મિક સ્થળો/ઉપાસના સ્થળો, મોલ્સ, રેસ્ટોરન્ટસ, હોટેલ/અતિથ્ય એકમોને કેટલીક શરતોને આધિન ખુલ્લુ રાખવા માટે નર્મદા કલેક્ટરનુ જાહેરનામું…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

રાજપીપળાના પ્રસિધ્ધ હરસિધ્ધિ માતાના મંદિરમા નિયમોને આધીન ભકતોઐ દર્શન કર્યા

નગરની મસજીદોમા પણ મુસ્લિમ ભાઈઓએ શિસ્તબધ્ધ રીતે સરકારના નિયમોનુ પાલનકરી નમાઝ અદા કરી

વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરી છે. જે બાબતે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસ COVID-19 ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
ભારત સરકારના ગૃહ મંત્રાલયના વંચાણ-૧ ના હુકમથી સમગ્ર દેશમાં ક્ન્ટેનમેન્ટ ઝોનમાં તા.૩૦/૦૬/૨૦૨૦ સુધી લોકડાઉન લંબાવવામાં આવેલ છે તથા કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં પ્રતિબંધિત પ્રવૃતિઓ તબક્કાવાર ખોલવાનો હુકમ કરવામાં આવેલ છે. જેને અનુલક્ષીને નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એમ.આર.કોઠારીએ તેમને મળેલી સત્તાની રૂએ નર્મદા જિલ્લામાં આવેલ ધાર્મિક સ્થળો/ઉપાસના સ્થળો, મોલ્સ, રેસ્ટોરન્ટસ, હોટેલ/અતિથ્ય એકમો કેન્દ્ર સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રલયની તા. ૪/૬/૨૦૨૦ ની Standard Operating Procedure નું ચુસ્તપણે પાલન કરવાની શરતે તા.૦૮/૦૬/૨૦૨૦ થી ક્ન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં શરૂ કરી શકાશે તે રીતનું જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે.
આ સમય દરમ્યાન રાજય સરકાર/કેન્દ્ર સરકારશ્રીની વખતો વખતની સુચનાઓનું પાલન કરવાનું રહેશે. આ જાહેરનામું નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ -૧૮૮ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની જોગવાઇઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવેલ છે.

સરકાર દ્વારા આજથી ધાર્મિક સ્થળોમા પ્રવેશની પરવાનગી મળતાં લોકોમા ધાર્મિક ભાવના ઉજાગર થઇ હતી અને હિન્દુ મુસ્લિમ બનને સંપર્દાયના લોકોએ પોતાના ધાર્મિક સથળે શરણ શોધી હતી.
રાજપીપળાના પ્રસિધ્ધ હરસિધ્ધ માતાના મંદિરમા સવારે દશ કલાકે આરતીમાં લોકો જોડાયા હતા જેમાં સોશીયલ ડિસટનસીંગ સહિત તમામ બાબતોનું ધ્યાન રાખવામા આવ્યુ હતુ.
મુસ્લિમ સમાજની મસજીદો પણ લોકડાઉન દરમ્યાન 72 દિવસથી બંધ હોય આજરોજ સરકારની પરવાનગી અને દિશા નિર્દેશથી શરું થતાં મસજીદોમા પણ નિયમોનુ પાલન કરી નમાઝ અદા કરી સહુએ કોરોનાની મહામારીથી દેશવાસીઓના રક્ષણની દુઆ ગુજારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here