શહેરા તાલુકા સંઘના નવનિર્મિત ઓફિસ કમ ગોડાઉનના મકાનનું શહેરા તાલુકા સંઘના ચેરમેન જેઠાભાઈ ભરવાડ(આહીર) ના વરદ્ હસ્તે ઉદ્ઘાટન

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

આજે તારીખ 16/10/2022 રવિવારના રોજ શહેરા નગરમાં આવેલ શ્રીમતિ એસ.જે.દવે સાર્વજનિક હાઇસ્કુલ ની બાજુ માં આવેલા શહેરા તાલુકા ખરીદ વેચાણ સંઘનું અંદાજે 80 લાખના ખર્ચે બનાવેલ નવનિર્મિત ઓફિસ કમ ગોડાઉનના મકાનનું શહેરા તાલુકા સંઘના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ, શહેરા 124 વિધાનસભાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ દ્વારા લોકાપણ ( ઉદ્ઘાટન )કરવામાં આવ્યું હતુ. જેમાં ખરીદ વેચાણ સંઘના હોદ્દેદારો દ્વારા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ ને ફૂલોનું હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.તેમજ સ્ટેજ પર ઉપસ્થિત રહેલ મહા અનુભવોનો ફૂલ હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું અને પ્રસંગ અનુલક્ષીમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા આર્ગોનિક ખેતી તરફ વડવા અહવાન કરી પ્રવચન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગમાં જિલ્લા પંચાયત સભ્યો ખરીદ વેચાણ સંઘના હોદ્દેદાર ઇન્ચાર્જ મેનેજર વિજયભાઈ ભટ્ટ અને દિલીપભાઈ.બી.મહેરા,સેક્રેટરી પ્રતાપ.એસ.બારીયા , કારોબારી સભ્ય પ્રકાશભાઈ સોની, કારોબારી સભ્ય અતુલભાઇ કે પટેલ,કારોબારી સભ્યો પ્રવિણસિંહ.ડી.સોલંકી , વિઠ્ઠલ.જે પટેલ, કારોબારી સભ્યો જશવંસિંહ.એમ.પગી,કારોબારી સભ્યો ગલાભાઈ.આર.પરમાર, કારોબારી સભ્ય, શહેરા નગર અને તાલુકાના ખેડૂતો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here